સુરત: શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી નેટવર્કની ક્ષમતા વધારવાના કામો થઇ રહ્યા છે, જેના ભાગરૂપે અડાજણમાં જોગાણીનગર વારીગૃહને પાણી નેટવર્ક સાથે જોડતી ૧૫૦૦ મી.મી. વ્યાસની એમ.એસ. નળીકા બદલવાની કામગીરી શુક્રવાર 4 ઓગસ્ટના રોજથી શરૂ થવાની હોય, તેના કારણે જોગાણીનગર જળવિતરણ મથક સંલગ્ન ઓવરહેડ ટાંકી ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતી રાંદેર ગામતળ, રાંદેરની અમુક સોસાયટીઓ અને અડાજણની અમુક સોસાયટીઓમાં શુક્રવાર અને શનિવારે પાણી કાપ નક્કી કરાયો છે. મનપાના તંત્ર દ્વારા આ વિસ્તારોના લોકોને પાણીનો આગોતરો સંગ્રહ કરી લેવા અનુરોધ કરાયો છે.
જોગાણીનગર જળવિતરણ મથક સંલગ્ન ઓવરહેડ ટાંકીના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતી સોસાયટીઓને શુક્રવારે પાણી મળશે નહીં. દિપાંજલી, ગોવિંદ ધામ, સહજધામ રો હાઉસ, વસંત વિહાર રો હાઉસ, શીખા કોમ્પલેક્ષ, વિશાલ રો હાઉસ, હરિદ્વાર, આત્મન પાર્ક, મિલન પાર્ક, ગ્રીન વિલા, પરશુરામ ગાર્ડન, આશાનગર, શિવ રો હાઉસ, સંસ્કાર પાર્ક, ઉમા રો હાઉસ, આમ્રપાલી રો હાઉસ, દાસ, યોગેશ્વર પાર્ક, રેખા પાર્ક, હરીઓમ નગર, સન બંગલો, ક્રિષ્ણનગર તથા તેની આસપાસની સોસાયટીઓ સહિત અનેક વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો મળશે નહીં.
શુક્રવારે પાણી કાપની અસર આ વિસ્તારમાં રહેશે
સરસ્વતી નગર, રામનગર કોલોની, શુભ મંગલમ, ભિક્ષુક ગૃહ, સુરભી સોસાયટી, ધનુબેન ચાલ, તોત્રય સોસાયટી, લક્ષ્મી સોસાયટી, લાલાનગર, દેવ આશિષ સોસાયટી, રાંદેર ગામતળ, નહેર કોલોની, રંગ અવધુત—૨ તથા તેની આસપાસની સોસાયટીઓમાં સાજે પાણી પુરવઠો મળશે નહીં.
શનિવારે આ વિસ્તારમાં અસર થશે
રણછોડનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, દીપમાલા સોસાયટી, હિદાયત નગર, દીનદયાળ સોસાયટી, તિરૂપતી સોસાયટી, બેજનવાલા કોમ્પલેક્ષ, કોટયાર્ક નગર, પ્રમુખ ચેમ્બર્સ, સાંઈ આશીષ સોસાયટી, જે.કે. પાર્ક, ચોકસી વાડી, ઈશીતા પાર્ક, સ્નેહ સ્મૃતિ સોસાયટી, અડાજણ બસ ડેપો, સરદાર કોમ્પલેક્ષ, વિશાલનગર, પન્ના ટાવર, દિપ દર્શન, ગીરીરાજ સોસાયટી, જોગાણી નગર, પ્રાઈમ આર્કેડ, ગ્રીન પાર્ક વિગેરે તથા તેની આસપાસનો વિસ્તાર.