ભારતના વિદ્યાર્થીઓ ઈરાન છોડો જે માર્ગદર્શિકા જાહેર થઈ હતી. પરંતુ વિદ્યાર્થીઓ ત્યાં જ રહેવાનું કારણ પરીક્ષાનો માહોલ અને તેના પાછળ કરેલા ખર્ચ એટલે 15 થી 30 લાખ રૂપિયા છે. ડૉક્ટરનો અભ્યાસ છ વર્ષનો સમયગાળો. જે ભારત કરતાં સસ્તુ ડોક્ટરી શિક્ષણ છે. ભારતના વિદ્યાર્થીઓ માટે પહેલા યુક્રેન જવાનો ક્રેઝ વધુ હતો ત્યાં પણ ઓછી ફીમાં ડૉક્ટર બનવું સારું હતું. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થવાના કારણે ત્યાંનું વાતાવરણ ભારતીય વિદ્યાર્થીઓ માટે અયોગ્ય સાબિત થયું. ઓપરેશન ગંગા નામનું અભિયાન ચલાવી વિદ્યાર્થીઓને લઈ આવવા પડ્યા હતા.
ત્યારબાદ ઈરાન જવાનો વધુ વિકલ્પ ભારતીય વિદ્યાર્થીઓએ પસંદ કર્યો. જેનું મુખ્ય કારણ સસ્તી ફી અને શિષ્યવૃત્તિ ઊંચી જેનો લાભ લઈને વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના માંગતા હોય તેમને ભણતર અને ખર્ચ બંને પોષાય તેમ હોય છે. ટૂંકમાં કાશ્મીરની ભૂગોળ અને સંસ્કૃતિ ઈરાન જેવી છે. જેના કારણે પોતીકાનું અહેસાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહેવાનું વધુ પસંદ કરે છે. બંને સંપ્રદાયનો સમય ધાર્મિક શાંતિનો છે.વિશ્વમાં હાલમાં ખ્રિસ્તી બંધુઓ ભક્તિ માર્ગ ઉપવાસ કરે છે. ઇસ્લામ બંધુઓ રોઝા કરે છે.
જે પોતાના ધર્મ સંદેશ આપી વિશ્વ શાંતિ માટે કરતા હોય તે બતાવે છે.પણ આવા ધાર્મિક માહોલ સમયમાં યુદ્ધ કરવું એટલે માનવ સ્વાર્થ સાબિત થાય છે. જાતિવાદ અને ધર્મવાદનો કીડો આજે પણ વિશ્વમાં કેટલો મજબૂત છે તે સ્પષ્ટ દેખાય છે. અમેરિકા જેવા શિક્ષિત રાષ્ટ્રની બુદ્ધિ પણ યુદ્ધ તરફ હોય તો ભારતે અમેરિકાની દરેક વાત ફૂંકી ફૂંકીને સમજવી જોઈએ.જ્યારે પણ ભારત વતી કોઈ નિર્ણય કે મત લેવાનો સમય આવે તો ભારતીયો વતી આપણા વડાપ્રધાને સ્પષ્ટ કહેવું જોઈએ. ભારત પ્રથમથી જ બિન-જોડાણવાદની નીતિને અનુસરતુ છે. ભારત યુદ્ધને પ્રોત્સાહન આપતું નથી. આમ કહીને ચુપકીદી કરી લેવી જોઈએ.
તાપી – હરીશકુમાર ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.