વર્તમાન માં જ્યારે વિશ્વયુદ્ધ ના ભણકારા વાગી રહ્યા છે. દિનાંક 23 02 2026ના, ચર્ચાપત્ર માં એ રણમાં મીઠી વીરડી જેવા જાપાનના વિશે ની જાણકારીએ કામ કર્યુ. તેઓ ના લખાણનો ભાવાર્થ કંઇક એવો હતો કે, સમાજે જો સ્વમાન મેળવવુ હશે તો પોતે સૌ પ્રથમ પગ ભર થવુ પડશે. આને માટે જોઇતુ સોફ્ટવેર એટલે કે સંસ્કાર / તાલીમ એ સરકારનુ કામ નથી. આપણે જાતે જ વિકસાવવા નુ છે. આશા છે વાત સમજ માં આવી ગઈ હશે. આ મને કેમ ધ્યાન માં આવ્યુ એનુ રહસ્ય જણાવુ તો આપણા સુરતના જ એક મિત્ર નુ દિનાંક 26 02 2026 નુ “બોલતા ચર્ચાપત્રો” છે. જે રીતે એમણે આપણા પત્રોની છણાવટ કરી છે તે જોતા મા. તંત્રીશ્રી ને નમ્ર વિનંતિ કરવાની કે એને ફરી થી અહીં છાપે.
કેમ કે 1. આપણે સૌ એના પર ચર્ચા કરી શકીએ. 2. વિવિધ તંત્રીલેખ લખાય. અને બનેતો …. 3. કોઇ સારૂ લખનાર આ વિષય પર “રિસર્ચ પેપર” પણ લખે. આનુ પણ કારણ પણ એ સુરત ના ચર્ચાપત્રી એ લખ્યુ છે તેમજ, સંજોગોવશ થતી શરતચુક કે પછી સામાજીક, શારિરક, માનસિક કે આ બધા થી મહત્વ ની વાત એ કે પોતાની આર્થિક પરિસ્થિતિ. બાજી આટોપતા પહેલા જણાવીશ કે લોકશાહી ની સફળતા તેના જાગૃત નાગરિક પર આધારીત છે, અને નાગરિક ને સક્રિય કરનાર છાપુ છે. અસ્તુ.
સુરત – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રસ્તાના સિગ્નલ માટે તાત્કાલિક જરૂરિયાત
અડાજણ સર્કલ, ક્રિષ્ના હોટલ પાસે આવેલા સિગ્નલ માં તાત્કાલિક ફેરફારની જરૂર છે. ડાબી તરફ હોસ્પિટલ આવી હોવાથી એ ગલીમાં તો ગમે ત્યારે જઈ શકાય છે. પણ જમણી તરફ ની ગલીમાં જવા માટે કોઈ સિગ્નલ નથી. જયારે ઓવરબ્રિજ અને સીધા જવાનું સિગ્નલ ખૂલે , ત્યારે જમણી તરફ આવેલા કલાપી ગાર્ડન તરફ જવાની ગલી, પેટ્રોલ પંપ તરફ અને સ્કૂલ તરફ જવાની ગલી નાં પ્રવેશ માટે જવા માટે કોઈ સિગ્નલ જ નથી.
તેથી સર્કલ પર ઉભા રહી જવું પડે કારણ કે આગળ રેડ સિગ્નલ અથવા ટ્રાફિક ચાલુ હોય છે. જ્યારે મોટા વાહનો ત્યાં ઉભા હોય ત્યારે ખરેખર ટ્રાફિક જામ થઈ જાય છે. સીધા જનાર વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે. અને કદાચ સામેની ગલી માંથી આવતા હોસ્પિટલ તરફ જવાના માર્ગમાં પણ તકલીફ પડી શકે. માટે તાત્કાલિક રીતે જમણી તરફ જવાના સિગ્નલ ની વ્યવસ્થા થવી ખૂબ જ જરૂરી છે. જરૂરી પગલા માટે તાત્કાલિક વિભાગ ધ્યાન આપે તેવી આશા સાથે અને આભાર સહિત,
સુરત – આશા દીપક દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.