તા. 13 જુનના પ્રેમ સુમેસરાજીના ચર્ચાપત્ર દેશ ટનાટન ચલાવવો છે? એમાં થોડી વધુ વિગત. ભારતના તમામ રાજ્યમાંથી રાજ્યપાલની પોસ્ટ જ કેન્સલ કરી દેવી. ઇમરજન્સીમાં બંધારણીય કટોકટી વખતે હાઇકોર્ટ – સુપ્રીમ કોર્ટના જજની હંગામી નિયુકતી કરી શકાય. રાજ્યપાલ અને તેમના સ્ટાફની છુટ્ટીથી દેશના કરોડો રૂપિયા બચી જશે. રાજ્યપાલ ભવનને 2 સ્ટાર – 3 સ્ટાર હોટલમાં ફેરવી ભાડાની કરોડોની આવક મેળવી શકાય. સમગ્ર ભારતમાં 5 વર્ષ સુધી સંપૂર્ણ લગ્ન પ્રતિબંધક ધારો લાગુ કરવો. કોઇ પણ ભારતીય 5 વર્ષ સુધી લગ્ન(લવ-મેરેજ) કરી શકશે નહીં. જેથી વસ્તી 5 વર્ષ બાદ નિયંત્રણમાં આવી જતાં મોંઘવારી ઘટશે. ભારતની તમામ કોર્ટમાં લાખો કેસ પેન્ડીંગ પડેલા છે. ન્યાય સમય સીમામાં ન મળવાથી પણ ભ્રષ્ટાચાર વધે છે. તો કોર્ટની તમામ રજા કેન્સલ કરવી. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને દિવાળીની 10 સિવાય તમામ રજા રદ કરી કોર્ટ બે પાળીમાં ચલાવવામાં આવે. સવારે 8 થી 2 અને 2 થી 8. જેથી ન્યાય ઝડપથી મળે. પેન્ડીંગ કેસ ઘટે. સાંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટરને વિકાસ કાર્ય માટે ફાળવાતી ગ્રાંટ 5 વર્ષ બંધ કરી એ પૈસા મોંઘવારી ઘટાડવામાં વાપરવા જોઇએ.
પુણા ગામ – યશવંત મ. પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશમાં સોંઘવારી લાવવી છે?
By
Posted on