વ્યારા: (Vyara) બાજીપુરા ગામની (Village) સીમમાંથી પસાર થતો સુરતથી સોનગઢ તરફ જતા ને.હા.નં.૫૩ હાઇવે (Highway) રોડ ઉપર તા.૧૧/૫/૨૦૨૩ના રોજ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂ કિં.રૂ. ૧,૫૪,૫૦૦ ભરેલી કાર નં.(જીજે ૦૫ જેએસ ૧૯૦૫)ને પકડી પાડી હતી. જો કે, પોલીસને (Police) જોઇ આ દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો ભાગી છૂટ્યા હોવાથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. બુટલેગરો પોલીસને પીછો કરતા જોઇ પોતાની કાર બાજીપુરા ચેકપોસ્ટ પાસે જય સિદ્ધિ વિનાયક પેટ્રોલ પંપની સામે ડિવાઇડર ઉપર ચઢાવી દીધી હતી. કાર કિં.રૂ.૧.૫૦ લાખ મળી કુલ કિં.રૂ. ૩,૦૪,૫૦૦નો મુદ્દામાલ સ્થળ ઉપર છોડી આ બુટલેગરો ભાગી છૂટતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જલાલપુરના દેલવાડાથી 1.79 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ
નવસારી : મરોલી પોલીસે બાતમીના આધારે દરિયાઈ માર્ગેથી બોટમાં આવતા 1.79 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે પોલીસે દારૂ આપી જનાર અને દારૂ મંગાવનાર સહીત 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે જલાલપોર તાલુકાના દેલવાડા ગામે વા ફળીયામાં રહેતા વિમલભાઈ મગનભાઈ પટેલને ઇકો કાર (નં. જીજે-21-સીસી-1893)માં 1,79,280 રૂપિયાની વિદેશી દારૂની 2232 નંગ બાટલીઓ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 6,79,780 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક પુછપરછમાં એવી વિગતો સાંપડી છે કે દારૂનો આ જથ્થો દરિયાઈ માર્ગે બોટમાં મંગાવાયો હતો, જેથી પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.