Vadodara

વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી બિલ્ડરનો
ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યાનો પ્રયાસ

વડોદરા : પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની મુહીમ ચલાવાઇ રહી છે તેમ છતા તેમનો ત્રાસ ઓછો થતો નથી. શહેરના ગોત્રી વિસ્તારના બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસના કારણે ઊંઘની 30થી વધુ ગોળી ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમની તબિયત લથડતા સારવાર ખસેડાયા હતા.ગોત્રી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગોત્રી વિસ્તારની માંગલ્યા ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા જયેશ લાલાભાઇ પારેખ બિલ્ડર છે. તેમની હાલમાં રમેશ પ્રજાપતિની જમીનમાં ડુલ્પેક્ષની સ્કિમ ચાલી રહી છે. બિલ્ડરને ધંધામાં નાણાની જરૂરિયાત લક્ષ્મણ ભરવાડ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું દર મહિને 4.50 લાખ વ્યાજ ચૂકવતા હતા.

અત્યાર સુધીમાં બે કરોડ જેટલા વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં તેના માણસો મોકલીને વધુ વ્યાજની રકમની ઉઘરાણી કરી ધમકી આપતા હતા. ઉપરાંત જેમની પર સાઇટ ઉભી કરવામાં આવી હતી. તેના માણસો દ્વારા પણ પ્રેસર કરાતું હોવાથી બિલ્ડર આંતરિક રીતે તૂટી ગયા હતા.વ્યાજ સહિતની રકમ મળી 3 કરોડ જેટલું દેવી બિલ્ડરના માથે વધી ગયું હતું જથી તેઓ આર્થિક સંકળામણ અનુભવતા હતા. ઉપરાંત વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હોવાથી તેઓ મંગળવારે તેમની ઓફિસમાં 30થી વધુ ઊંઘની ગોળી ખાઈ લઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમની તબિયત લથડતા તેમના સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રમેશ પ્રજાપતના માણસો સાઇટ પર આવી બાંધકામ કરાવી દેતા હતા
બિલ્ડર જયેશ પારેખના પરીવારના સભ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જેમની પર સાઇટ ચાલુ કરી હતી તેવા જમીન માલિક રમેશ પ્રજાપત દલસુખ પ્રજાપતિના ભાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. રમેશ પ્રજાપતિ દ્વારા સાઇટ પર બાંધકામ ચાલુ હોવા છતાં તેમના માણસો આવીને કામ બંધ કરાવી દેતા હતા. ઉપરાંત ઘરે,ઓફિસ તથા સાઇટ પર આવી તેમના માણસો ધમકાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

સેવાસી ખાતેની અલ્ટમ 99માં જયેશ પારેખનો 33% હિસ્સો નક્કી કરાયો હતો
બિલ્ડર પિયુષ વિનયચંદ્ર શાહ સેવાસી ખાતે અલ્ટમ 99 નામની સાઇટ ચાલી કરી હતી. જેમાં જયેશ પારેખનો 33 ટકા હિસ્સા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ભાગીદારી તેમને કોઇ હિસ્સો અપાયો ન હતો.
પટાવાળા ભાઇ પાણી આપી કામ અર્થે નીકળી ગયા ત્યારે બિલ્ડર ગોળી ખાઇ લીધી
બિલ્ડર જયેશ પારેખ પાસે વ્યાજના ઉઘરાવવા માટે આવતા હતા ઉપરાતં રમેશ પ્રજાપતિના માણસો કામે બંધ કરાવી દેતા મકાનના દસ્તાવેજ પણ ન થતા રૂપિયાની આવક બંધ થઇ ગઇ હતી. જેથી છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશન અનુભતા હતા. મંગળવારે ગોત્રી સ્થિતની ઓફિસમાં આવ્યા હતા પટાવાળા પાસે પાણી માગતા તેણે ગ્લાસ પાણી આપી કામથી નીકળી ગયા હતા. દરમિયાન તેઓએ ઉંઘની ગોળી ખાઇ લીધી હતા.

આપઘાત કરતી વેળા લખેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરેલા નામ સરનામાં
1.ભોમેશ ચીમનભાઇ પટેલ, 2.કૌશિક ચીમનભાઇ પટેલ 3.પિયુશ વિનય ચંદ્ર શાહ કે બ્લોક નં 99 સેવાસી અલ્ટમ 99 વાડી જમીનમાં પાસે 33% હિસ્સો છે.ભાગીદર બનાવવાના હતા હજુ સુધી ભાગીદાર બનાવ્યો નથી 4.ગીરીશભાઇ ભીખાભાઇ પટેલ 5.સુનીલભાઇ અગ્રવાલ દર્શનમ બ્લોક નં 147 મને 198,199 એ જમીન સુનીલ અગ્રવાલને દસ્તાવેથી ગીરીશભાઇ વેચાણ આપેલી જેમાથી અને આજ દિન સુધી કોઇ પૈસા જડ્યા નથઈ. ને જ થાય તે કરી લો એ ધમકીઓ આપે છે અને એવુ હોય તો કોર્ટમાં જાય એવુ કહે છે.

7 લક્ષ્મણભાઇ ભરલાડ એમના પાસેથી 2018માં વ્યાજે પૈસા લીધા હતા અને દર મહીને રૂ. 450,000 વ્યાજ પેટે ચૂકવુ છુ. હવે મારાથી તેમને વ્યાજ ચૂકવાતુ નથી. તો હવે મને મારી નાખવાની અને સાઇટ બંધ કરાવી દેવાની ધમકીઓ આપે છે. 8. રમેશભાઇ ચતુરભાઇ પ્રજાપતિ અત્યારે એમની જમીનમાં મારી ડુપ્લેક્ષની સ્ક્રીમ ચાલુ છે. તેમાં મારા મકાન બુકીં ના થાય તેમને બાનાખત કરી આપતા નથી અને વારા ઘડીએ સાઇટ ઉપર તાડુ મારી દે છે. અને છેલ્લા છ મહિનાથી તેમના માણસો સાઉટ ઉપર બેસાડેલા છે અને કામ કરવા દેતા નથી અને બુકીંગ કરવા દેતા નથી જેથી કરીને હું ખૂબ કંટાડી ગયો છુ જેથી હુ આ અંતિ પગલુ ભરુ છુ.લિ.. જે.એલ.પારેખ

Most Popular

To Top