Comments

બહુમતી નહિ ઈચ્છતા મતદારની ઈચ્છા

2009 ની સામાન્ય ચૂંટણીના થોડાક મહિના પહેલા, મેં દિલ્હી મેગેઝિન માટે એક લેખ લખ્યો હતો જેમાં ભારતની લોકશાહી પ્રક્રિયાને ફરી જીવંત કરવાની નાીગ મુરાદને પુરી કરવા સારુ મને લાગતી ચાર મુદ્દાની યાદી બનાવી હતી. સૌથી પહેલા, હું ‘એવી કોંગ્રેસ ઇચ્છું છું જેના પર વંશવાદની પકડ ન હોય. બીજું, એવી BJPની ઈચ્છા રાખું છું જે RSS અને હિન્દુ રાષ્ટ્રના વિચારથી દૂર હોય. ત્રીજું, એકજૂથ અને સુધારા-લક્ષી ડાબેરીઓ, જે હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરશે અને અર્થવ્યવસ્થા નિયંત્રણને સ્ટેટના ભરોસે છોડી દેશે. અંતે, મારી ઉમેદ છે કે, એક નવી પાર્ટી બને જે મધ્યમ વર્ગની જરૂરીયાત આધારિત હોય, કોઈ પણ જાતિ કે ધર્મને નહીં પણ બધા માટે હોય અને તેની રાજનીતી પણ ચોક્કસ સંપ્રદાય કે ધર્મ લક્ષી ન હોય.

પંદર વર્ષ અને ત્રણ લોકસભાની ચૂંટણીઓ પછી પણ આ અભરખા યાદ કરવા અને વાસ્તવિકતાથી હજુ કેટલા દૂર છે તે જોવું મજાનું છે. આખરે કોંગ્રેસના પ્રમુખ પદે ગાંધી પરિવાર નથી, છતાં પક્ષ પર નિશ્ચિતપણે પરિવારનું નિયંત્રણ છે. મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા કે તરત જ તેમણે ભારત જોડો યાત્રાની મુલાકાત લીધી અને કહ્યું કે ‘‘ભારતના આગલા વડાપ્રધાન રાહુલ ગાંધી હોવા જોઈએ.’’ આ યાત્રાએ સોશિયલ મીડિયા પર ‘રાહુલ ફોર પીએમ’ હેસટેગ બનાવવાની પ્રેરણા આપી; કોંગ્રેસની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ આ માગ વધુ સક્રિય થઈ છે. પાર્ટીમાં અંદરોઅંદર એક અલગ અસંમતિનો ગણગણાટ છે, જે ક્યારેક-ક્યારેક કોંગ્રેસનાં વૈકલ્પિક વડાપ્રધાન ઉમેદવાર તરીકે રાહુલને બદલે તેમની બહેન પ્રિયંકા ગાંધીને જુએ છે.

ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો, RSS અને હિંદુત્વથી દૂર રહેવાને બદલે વધુ મજબૂત રીતે તેની પકડમાં આવી ગઈ છે. હકીકત એ છે કે લોકસભામાં તેના 300 જેટલા સાંસદોમાંથી એક પણ મુસ્લિમ નથી, તે સામાન્ય રીતે લઘુમતીઓ સાથે અને ખાસ કરીને મુસ્લિમો સાથે સમાન નાગરિક તરીકે ન વરતી તેની વિચારધારા જણાવે છે. પાઠ્યપુસ્તકોનું પુનઃલેખન અને નવા શૈક્ષણિક અભ્યાસક્રમની રચના એ શાસક પક્ષની બહુમતવાદી માનસિકતાની અભિવ્યક્તિનો ભાગ છે.

1998 થી 2004 સુધી NDAનાં પહેલા શાસન કાળ દરમિયાન, સરકારની નીતિઓ અને કાર્યક્રમો હિન્દુત્વની અસરથી મુક્ત ન હતા. જો કે, આ અસર પ્રમાણમાં ઓછી હતી, જ્યારે 2014માં કેન્દ્રમાં બીજીવાર NDA સત્તા પર આવી ત્યારથી, તેઓ વધુ કટ્ટર બન્યા છે. જોકે વધુ હિંદુત્વવાદી હોવા છતાં, ભાજપ વધુને વધુ વ્યક્તિત્વનાં મહિમા મંડનમા બંધાયુ છે. ભૂતકાળમા આ જ ભાજપે ‘વ્યક્તિ પૂજા’ની વિરુદ્ધમાં કોંગ્રેસને ઈન્દિરા ગાંધીથી અલગ પડવા, વ્યક્તિ પૂજા પર ઘણાં પ્રહારો કર્યા હતા. હવે એ શરત ફોક કરી દેવામાં આવી છે. સાંસદો અને કેબિનેટ મંત્રીઓ એકબીજા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વધાવીચઢાવી વખાણ કરવાની ગળાકાપ સ્પર્ધા કરે છે.

ધાર્મિક બહુમતી અને દિવ્ય વ્યક્તિત્વના મિશ્રણનું ઊદાહરણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનના સમારંભમાં ઘણું સાંકેતિક રીતે જોવા મળ્યું. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હતા તે પણ કોઈ સંયોગ ન હતો તેમજ સમારોહના પ્રસારણમાં કેબિનેટ મંત્રીઓ પણ ભાગ્યે જ દેખાતા હતા. તેનો ઉદ્દેશ્ય આ પ્રસંગે બ્રાહ્મણો સાથે હિંદુત્વનો આધાર લાગતા એક માત્ર વ્યક્તીને બતાવવાનો હતો. તેમના પક્ષના સભ્યો અને સંઘ પરિવારે તો વડા પ્રધાનને હિંદુ સમ્રાટના દરજ્જા સુધી પહોંચાડ્યા છે.

હવે ડાબેરીઓ(લેફ્ટિસ્ટો) તરફ આવ્યે, ભારતીય રાજનીતિમાં આ પક્ષે પણ લેખકની અપેક્ષા હતી એ રીતે પોતાને બદલી શક્યું નથી. જે રીતે આ સાથે જમીન પર આવી બહુ-પક્ષીય લોકશાહીમાં શાંતિ બનાવવાને બદલે, જ્યાં તેઓ થોડો પ્રભાવ ધરાવે તેવા અમુક જિલ્લાઓમાં નક્સલવાદીઓના અંધાધૂંધ હિંસાના કૃત્યો ચાલુ જ છે. ડાબેરીઓ ફક્ત એક રાજ્ય કેરળમાં જ સત્તા પર છે, ત્યાં પણ શાસન પ્રત્યેના તેમના અભિગમમાં કંઈ નોંધપાત્ર ફેરફાર કર્યો નથી. બહારથી ખાનગી રોકાણ માટે ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક જેવા ચુંબક હોવા જોઈએ; જોકે, અહીં એવું નથી, કારણ કે CPI(M) હજુ સુધી અર્થતંત્ર માટે હજી પણ આદેશ-અને-નિયંત્રણનો અભિગમ અપનાવે છે.

પંદર વર્ષ પહેલાંની મારા મનમુરાદની-યાદીમાંની છેલ્લી ઈચ્છા એક સંપૂર્ણપણે નવી પાર્ટીની રચના હતી. આ ઇચ્છા પૂરી થઈ, વિચારોમાં; ભારતના રાજકીય મંચ પર 2012 માં સ્થપાયેલી આમ આદમી પાર્ટીના આગમન દ્વારા. જોકે વ્યવહારમાં AAP ભૂતકાળમાં તેના સમર્થકોની ઈચ્છા મૂજબ કોઈ આમૂલ પરીવર્તન નથી કર્યું. દિલ્હીમાં જાહેર શિક્ષણ અને આરોગ્ય પ્રદાન કરવામાં તે સારો રેકોર્ડ ધરાવે છે, અને નેગેટીવ સાઈડમાં અરવિંદ કેજરીવાલની આસપાસ એક આભામંડળની રચના અને ભોગ બનેલા લઘુમતી સાથે ઊભા રહેવાનો ઇનકાર છે.

પંદર વર્ષ પહેલાં, મેં ભારતની રાજનીતીક પાર્ટી સિસ્ટમની ફરી રચના કરવા માટે કરારની રૂપરેખા આપી હતી. આ સમયગાળામાં દેશમાં વધુ ત્રણ સામાન્ય ચૂંટણીઓ જોઈ છે. જો 2009 નું મારું એ કરાર લગભગ સંપૂર્ણ રીતે અવાસ્તવિક લાગતું હોય તો કોઈએ એમ સમજી લેવુ કે એનો સમર્થક બહુ ભોળો અથવા સ્વપ્નદ્રશ્ટા હશે. હું આટલા સમયમાં એટલું શીખી ગયો છું કે કૉંગ્રેસે ગાંધી પરીવારને છોડવાનું, BJPને RSSથી અલગ થવાનું, ભારતીય ડાબેરીઓને માઓ અને લેનિનથી દૂર કરવા, જર્મનીના ભવિષ્યને વિચારતી, પર્યાવરણ અને નારીવાદી તરફી ‘ગ્રીન પાર્ટી’ની દેશી આવૃત્તિ જેવી આમ આદમી પાર્ટી પાસે કોઈ અપેક્ષા ન રાખવી.

આવનારી સામાન્ય ચૂંટણીને એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. તે અગત્યની ઘટનામાં એક નવી વિશ-લિસ્ટ મૂકવી છે, જે છેલ્લી યાદી કરતાં વધારે સરળ છે. હવે મારી ઈચ્છા એવી છે કે કોઈ એક પક્ષને લોકસભામાં બહુમતી બેઠકો ન મળે; ખરેખરતો સૌથી મોટી સિંગલ પાર્ટી બહુમતીથી નોંધપાત્ર રીતે ઓછી હોવી જોઈએ. આપણા વર્તમાન વડા પ્રધાન સ્વભાવથી સરમુખત્યાર જેવા છે, બંને ચૂંટણીઓમાં એકધારી બહુમતી મળવાથી તેમના વ્યક્તિત્વનો આ અંશ ભરપૂર ખિલી ઊઠ્યો છે. મોદી પહેલાં, 1971ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીતેલી મોટી બહુમતીથી ઈન્દિરા ગાંધીના સરમુખત્યારશાહી વલણમાં ઊભરો આવ્યો હતો. મોદી અને ઈન્દિરા વચ્ચે મતદારોમાં પોતાની શાણપણનો અભાવ હતો. રાજકારણ અને શાસન માટે કમનસીબ પરિણામ સાથે 1984ની ચૂંટણીમાં 400 બેઠકોની આગેવાની રાજીવ ગાંધી હેઠળની કોંગ્રેસ પાર્ટીને આપી.

 ભારત સહયોગ અને સલાહ સિવાય કોઈપણ રીતે ચલાવવા માટે ખૂબ વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે. સંસદમાં મોટી બહુમતી શાસક પક્ષમાં અહંકાર પેદા કરે છે અને ઘમંડને પ્રોત્સાહન આપે છે. આટલી બહુમતી મેળવી વડા પ્રધાન તેમના કેબિનેટ સાથીદારો સાથે ખરાબ રીતે વર્તવા, વિપક્ષનો અનાદર કરવા, પ્રેસને કાબૂમાં રાખવા અને સંસ્થાઓની સ્વાયત્તતાને નબળી પાડવાની વૃત્તિ ધરાવે છે, અલબત રાજ્યોના અધિકારો અને હિતોની પરવા કરતા નથી, ખાસ કરીને જો તે વડાપ્રધાનની આગેવાની સિવાય અન્ય પક્ષ દ્વારા શાસિત રાજ્ય હોય તો.

ભાવિ ઇતિહાસકારો નોંધ કરશે કે, પી.વી. નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ આ ત્રણેય – ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી કરતા સારા વડાપ્રધાન હતા. કારણ કે પ્રથમ ત્રણ બીજા કરતા વધારે સમજદાર અથવા વધુ સક્ષમ હતા એ જરૂરી નથી. તેના બદલે રાવ, વાજપેયી અને સિંહને જે સંજોગોમાં સત્તા મળી, તેમના કેબિનેટ મંત્રીઓને વધુ સ્વાયત્તતા આપી, તેમના ગઠબંધન ભાગીદારોને સાંભળવા વિવિધ જૂથ- પ્રદેશો અને હિતોનું પ્રતિનિધિત્વ કરવા વધુ સક્રિય રીતે સંપર્ક કરવા માટે મજબૂર કર્યા. વિપક્ષ, સ્વતંત્ર પ્રેસને અટકાવવા, ન્યાયતંત્ર પર દબાણ ન કરવા, જાહેર સંસ્થાઓની સ્વાયત્તતામાં અયોગ્ય રીતે દખલગીરી ન કરી અને રાજ્યોના અધિકારો અને હિતોનું સન્માન કરવા. જ્યારે આ ગઠબંધન સરકાર સત્તામાં હતી, ત્યારે આર્થિક વૃદ્ધિ, સંઘવાદ, લઘુમતી અધિકારો અને સ્વતંત્ર સંસ્થાઓ તમામને પ્રભાવશાળી વડા પ્રધાન સાથેના પ્રભાવશાળી પક્ષની ગેરહાજરીથી ફાયદો થયો હતો.

જો નરેન્દ્ર મોદી અને ભાજપ 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં સતત ત્રીજી બહુમતી મેળવશે, તો આ મોટે ભાગે ભારતમાં લોકશાહી, બહુલવાદ અને સંઘવાદને નુકસાન પહોંચાડશે. વિપક્ષની વધુ અવગણના કરવામાં આવશે, ફ્રી પ્રેસને વધુ દબાવવામાં આવશે, લઘુમતીઓને વધુ અસુરક્ષિત મહેસૂસ કરાવવામાં આવશે, રાજ્યોએ કેન્દ્ર સામે વધારે નમ્રતાપૂર્વક નમવાનું. આવી ઘટના સંભવતઃ અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડશે. (ગઠબંધન સરકારનો કોઈ પણ વડાપ્રધાન એટલો અહંકારી ન હોત કે નોટબંધી જેવો ભયાનક પ્રયોગ કરી શકતે.) આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ માટે મારી એક વિનમ્ર ઈચ્છા છે; કે કોઈ પણ પક્ષને 250 થી વધુ બેઠકો ન મળવી જોઈએ, આદર્શ રીતે તો 200 થી વધુ નહીં. જો આવું થાય, તો આમ થાય તો, ભારત પર વધુ સમજદારીપૂર્વક નહીં, તો ચોક્કસપણે ઓછા અહંકારથી, એક પક્ષ વગર, વધુમાં એક વ્યક્તિ વગર શાસન થશે, આપણા બધા તરફથી બોલવાનું ધારતો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top