Business

ભારતીય શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ અને નિફટી રેકોર્ડબ્રેક સપાટીએ

મુંબઈ: ભારતીય શેરબજારમાં (Stock market) તેજીનો સિલિસલો યથાવત છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો બાદ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક સપાટીએ ખૂલ્યું છે. સોમવારે શેરબજારે નવો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો છે.  સેન્સેક્સે (Sensex) પ્રથમ વખત 65 હજારની સપાટી વટાવી છે. જ્યારે નિફ્ટી (Nifty) પણ પ્રથમ વખત 19300ને પાર કરી ગયો છે. બજારમાં ઓલરાઉન્ડ તેજીમાં મેટલ અને બેન્કિંગ શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે.

હાલમાં સેન્સેક્સ 424.20 (0.66%) પોઈન્ટના વધારા સાથે 65,142.76 પોઈન્ટના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 116.55 (0.61%)ના વધારા સાથે 19,305.60 પોઈન્ટના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 9માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે શેરબજાર ઓલ ટાઈમ હાઈ હતું
આ પહેલા છેલ્લા 30 જૂને સેન્સેક્સ અને નિફ્ટી હાઈ રેકોર્ડ પર બંધ થયા હતા. શુક્રવારે શેરબજાર ઓલ ટાઈમ હાઈ હતું. સેન્સેક્સ 803 પોઈન્ટના વધારા સાથે 64,718ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 216 પોઈન્ટ વધીને 19,189 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેની આ સર્વકાલીન ક્લોઝિંગ હાઈ છે. એટલું જ નહીં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 64,768 અને નિફ્ટી 19,201ના સ્તરને સ્પર્શ્યો હતો.

નિફ્ટી ઓટો 52 સપ્તાહની ઊંચી સપાટીએ છે
માસિક વેચાણના આંકડા જાહેર થયા બાદ નિફ્ટી ઓટો 15,198ની 52 સપ્તાહની ટોચે પહોંચી હતી. દરમિયાન નિફ્ટી મેટલ, નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસિસ અને પીએસયુ બેન્ક લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100 0.44% અને નિફ્ટી સ્મોલકેપ 100 1.10% વધ્યા છે.

શેરબજારમાં ઐતિહાસિક તેજીના કારણો

  • વૈશ્વિક શેરબજારમાં મજબૂત તેજી
  • વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમા રોકાણ
  • ડોલર સામે રૂપિયા મૂલ્યમાં મજબૂતી
  • ઓછી મોંઘવારી
  • લાર્જકેપ શેરોમાં મજબૂત ખરીદી

Most Popular

To Top