Charchapatra

અયોગ્ય ઉમેદવારને મત દેશદ્રોહ છે

ભારતની લોકશાહીતંત્રમાં દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા દ્વારા સભ્યો ચૂંટીને આમ જનતાના પ્રશ્નોની છણાવટ કરી તેના ઉકેલ અંગે મોકલવામાં આવે છે. તે સમયે પ્રશ્નોની રજૂઆત કરતા બોલવામાં મર્યાદા જાળવવી જોઈએ. અમર્યાદ અને અશિષ્ટ વર્તન કરવુ એ તો કાયર અને નામર્દનું કામ છે. વિરોધ પક્ષો પતનની તરકીબો રચે તો રચવા દો છેવટે આવા પક્ષો અપરાજિત થઈને બહાર આવશે. વાણી કંટ્રોલિંગ પાણીના કંટ્રોલિંગ કરતા મહત્વનું છે. એકબીજા પ્રત્યે કોઈની ટીકા કરવી એ તો ભૂલકાઓની રમત છે આથી પુખ્તજનોએ આવી રમત રમવી જોઈએ નહીં. પુખ્ત આમજનતાએ સરકારને ચૂંટવાનો અધિકાર હોવાથી તેઓશ્રીઓ વગર વિચાર્યે પવિત્ર મત માત્ર જૂથવાદ અને જ્ઞાતિવાદની જેમ ઘેંટા શાહી પ્રણાલી અપનાવે છે. જેને પરિણામે આપણે સૌ પાંગળી સરકાને જ ચૂંટીએ છીએ.

આજકાલ આપણે જનહિતને લક્ષ્યમાં રાખીને સભ્યોને મત આપવાનું સાહસ કેમ કરતા નથી? ચારિત્ર્યહીન ઉમેદવારને મત આપવોએ દેશદ્રોહ કહેવાય. સમય હંમેશા પરિવર્તનશીલ છે. દર પાંચ વર્ષે સભ્યનો સમય પૂરો થતા પ્રધાનોએ પોતાનું કામ પૂરૂ કર્યુ નહોય તેઓ પણ વિદાયવેળા હવે પછીની નવેસરની ચૂંટણીની મોસમમાં આશા અને અરમાન સાથે આમજનતાના અસંતોષમાં ચૂંટાવાની રાહ જોતા હોય છે. મતદાતાઓ પણ ભૂલકણા હોવાથી આવા નફરતી સભ્યોને જ દબાણને વશ થઈ મત આપતા હોય છે. આથી જ મતપેટીમાં નોટાની સંખ્યા વધતી જાય છે. મતદાનના દિવસે દરેકનું મન લોકકલ્યાણની ભાવનાથી ચલકાવું જોઈએ. આમ જનતાના પ્રશ્નો અને તેના રચનાત્મક ઉકેલ અંગે ગંભીર ચર્ચાઓ થતી હોય જેના પરિણામે સરકારની નીતિઓ પણ બદલાતી રહેવી જોઈએ. ચૂંટાયેલા સભ્યોએ દેશને ખાતર વિશેષતાપૂર્વકના કાર્યોને વિકસાવી તેમાં સફળતા મેળવવા અઠંગ પ્રયત્નો કરવા જોઈએ. એ જ તેઓશ્રીની જાહેરાત!
સુરત     – ભૂપેન્દ્ર મારફતિયા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ધીમું ઝેર: ઝડપી વેર
ગુ.મિત્રના આ દૈનિક લોક દરબારમાં ચમકતો સફેદ સોડિયમ મસાલો ગ્રીન વાનગીમાં ભળતું ધીમું ઝેર હોવાની વાત સાથે આપણી શેરડીની ખેતીની આવકને બમણી કરવા ગોળના બદલે સફેદ ખાંડનું ઉત્પાદન વધારવામાં આવે છે. ખાંડપણ ચીની જ કહેવાય છે. મતલબતો ચમક વિદ્યા મૂળે ધંધાની વિદ્યા છે જેને કોઇ મેલી વિદ્યા ગણતું નથી એટલે ચમક વિદ્યા માટે દુનિયામાં સૌંદર્ય સ્પર્ધા પણ થાય છે. સ્પર્ધા કોઇપણ હોય તંદુરસ્ત હોતી જ નથી એટલે ધીમા ઝેર ઝડપી વેર બને જ છે ને…
ધરમપુર           – ધીરૂ મેરાઇ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top