Business

રોજ દ્રષ્ટિગોચર થનારો આકાશી દેવ ‘સૂર્યનારાયણ’

ન્દુ ધર્મશાસ્ત્ર, પુરાણોમાં અનેક દેવીદેવતાઓની પ્રાર્થના, પૂજાવિધિ, વ્રતોપાસના છે. તે સાધના કરવાથી મનેચ્છા પૂર્ણ થાય છે. એના અગણિત અનુભવ જોવા મળ્યા છે. શ્રધ્ધા અને ભકિત છે ત્યાં દૈવી શકિત નિર્માણ થાય છે. માણસની મતિ દેવ સ્મરણીય કૃતિ કરવા લાગે છે એટલે એની સ્થિતિમાં અમૂલાગ્ર ઇચ્છિત બદલાવ આવે છે તે જ ઇષ્ટની કૃપા કહેવાય છે.

શ્રીગણેશજીને દુર્વા એટલે દરો પ્રિય છે. મહાદેવને બિલ્વપત્ર પ્રિય છે, શ્રીકૃષ્ણને તુલસીદલ પ્રિય છે, અને સૂર્યને નમસ્કાર પ્રિય છે. અનેક દેવીદેવતાઓનાં નામો છે, એમનું વર્ણન છે પણ તે દેવો સામે નજરોનજર દેખાતા નથી. અદ્રશ્ય છે એટલે એમનો સંપર્ક થતો નથી. પણ ભાવિક ભકતો એ દેવોની પૂજા, સ્તુતિ, આરતી, ભકિત કરે છે એ જ ધાર્મિકતા અને સમાનતા છે. અને આ જગતમાં રોજ જ આંખ સામે આવનારા બે દેવો સૂર્ય નારાયણ અને ચંદ્ર દેવતા છે. જેમનું પ્રત્યક્ષ પૂજન કરનારા બહુ જ ઓછા શ્રધ્ધાવાનો છે.

આપણાથી લાખો યોજનો દૂર પણ નિત્ય આપણને અચૂકપણે દર્શન આપનારા સૂર્યદેવની પૂજાઆરાધના વિશે આપણે જાણી લઇએ. ગ્રહોના રાજામાં સૂર્ય ભગવાનની ગણના થાય છે. દેવોના દરબારમાં સૂર્યનારાયણનું મહત્ત્વનું સ્થાન છે. જગતના સર્વ પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિથી જોનારા દેવ સૂર્ય ભગવાન છે. કોઇ પણ પરિસ્થિતિમાં પ્રાત:કાળે પ્રાચી પર આવનારો સૂર્યદેવ નિયમાધીન છે. એ સ્વયંપ્રકાશિત સૂર્ય માનવો પાસેથી ફકત ‘નમસ્કાર’ ઇચ્છે છે, એનું સવારે સ્મરણ ચાહે છે. નમસ્કાર એ પુણ્ય કર્મ છે એ વાત તો નિર્વિવાદ છે પણ સૂર્ય નમસ્કાર શારીરિક અને માનસિક સર્વોત્તમ કસરત છે. તેનાથી શરીરમાંના પેટ, કમર, હાથ, પગ, સ્કંધ, આંગળીઓ, મણકા, પીઠ તથા મગજ, બાવડું,જઠર,યકૃત,આંતરડાં, છાતી, ફેફસાં એવા અંદર બહારની ઇન્દ્રિયોને લાભ થાય છે. યોગાભ્યાસ આસનોના અભ્યાસી પાસે સૂર્ય નમસ્કાર વ્યાયામની માહિતી મેળવી રોજ ચોવીસ સૂર્ય નમસ્કારની કસરત કરવાથી તમારું તન તાકતવર અને મન પ્રસન્ન બની જશે.

ચાલવાનો, દોડવાનો, દંડ બેઠક કરવાનો,પદ્માસન, શિર્ષાસન કરવાનો, મલખાબ, કુસ્તી આવા અનેક વ્યાયામના પ્રકારો  છે તે કરી શકાય એવી વ્યાયામ પધ્ધતિ છે. જે શરીરને લાભ આપે છે. પણ સૂર્ય નમસ્કાર ફકત શારીરિક વ્યાયામ છે એવું નથી પણ સૂર્ય ભગવાનના ઉપાસનાનું ફળદાયી સાધન છે. સ્ત્રી-પુરુષ- બાળક અને વૃધ્ધોને પણ હિતકારક છે. પુરાતન સમયથી આપણે ત્યાં સૂર્ય ઉપાસના ચાલુ હતી. શાસ્ત્રશુધ્ધ સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

સૂર્ય નમસ્કાર એટલે આષ્ટાંગ યોગ, સાષ્ટાંગ દંડવતનો પ્રાચીન આશ્રમવાસી પ્રકાર છે. તેના મસ્તક, છાતી, બે પગ, બે ઘૂંટણ, બે હાથ, નાડી, દ્રષ્ટિ, મન એમ આઠનો સમન્વય તથા અનેક આસનોનો પ્રયોગ સૂર્ય નમસ્કારમાં થાય છે. સૂર્ય સાધનામાં સૂર્યોદયનાપૂર્વે પથારીમાંથી ઉઠવું જરૂરી છે. સ્નાન પછી સૂર્યને જલાર્ધ પાણી ચઢાવનાનું મહત્વનું છે. મગધ નરેશ કર્ણ રાજાએ સૂર્યની આરાધના કરીને કવચ કુંડલ મેળવ્યા હતાં, જેના સામર્થ્યતાથી કર્ણ અકાર્ય બન્યા હતા. કર્ણ છટ્ટો પાંડવ હતો, પણ અર્જુનનો વિરોધી અને કૌરવ પંથમાં સામિલ થયા હતાં.

નમસ્કાર કરવાથી તેનું ફળ લાભદાયી હોય છે. ૐ હાં મિત્રાય નમ:,   ૐ હીં રવયે નમ:, ૐ હું સૂર્યાય નમ:,   ૐ હૈં ભાનવે નમ:,   ૐ હૌ ખગવિ નમ:,   ૐ હ: પૂષ્ણે નમ:,   ૐ હાં હિરણ્યગર્ભાય નમ:,   ૐ હીં મસ્થિયે નમ:, ૐ હૂં અદિત્યાય નમ:,   ૐ હૈ સનિત્રે નમ:, ૐ હૌં અકાર્ય નમ:, ૐ હ: ભાસ્કરાય નમ: એટલે સૂર્યના બાર નામો  પહેલા હાં, હીં, હૂં, હૈં, હૌં, હ: આ છ બીજા અક્ષરો ક્રમથી લગાડવાના રહેશે, તેનાથી મંત્ર બળ વધે છે. આમ સૂર્યના બાર નામો બીજાક્ષર સાથે બે વાર બોલવાથી અને છેલ્લે શ્રી સવિતૃ સૂર્યનારાયણાય નમ: બોલવાથી સૂર્યનારાયણ નમસ્કારોનું એક આવર્તન પૂરું થાય છે. નમસ્કાર કરતી વખતે પૂર્વ દિશા તરફ એટલે સૂર્યના સન્મુખ નમસ્કાર કરવા.

સૂર્ય નમસ્કાર પછી નીચેનો મંત્રોચ્ચાર કરવો.
આદિત્યસ્ય નમસ્કારાન યે કુર્વન્તિ દિને દિને!
જન્માન્તરસહસ્ત્રેષુ દારિદ્રયં નોપ જાય તે!!
અકાળ મૃત્યુ હરણં સર્વન્યાધિ વિનાશનમ્‌!
સૂર્યપાદોદકં તીર્થ જઠેર ધારયામ્યહમ્‌!!
અનેન સૂર્ય નમસ્કારાખ્યેન કર્મણા શકિત
સૂર્યનારાયણ: પ્રીયતાપ!

બોલીને પવાલામાં મૂકેલું જળ ગ્રહણ કરવું.
પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થનારા સૂર્યદેવના સૂર્ય નમસ્કાર મન અને શરીરને પોષક છે. સૂર્યાષ્ટિકનો પાઠ આવતા અંકમાં પ્રસિધ્ધ થશે.

Most Popular

To Top