૨૦૧૪ માં આઝાદ થયેલા આ નવા ભારતની વાતો ખૂબ જ નવીન છે.૨૦૧૪ પછી એક લાંબા વનવાસને પૂરો કરી દેશ રામરાજ્યમાં પ્રવેશ કરી આજે આનંદ,હર્ષોલ્લાસ અને મજાથી જીવન જીવી રહ્યો છે. નવા ભારતમાં લોકો સતત મોબાઇલમાં નિતનવા આવિષ્કાર કરી રહ્યા છે.લોકો માટે એકાંતમાં જીવવું અને ધ્યાન કેન્દ્રિત કરવું તે મોબાઇલે સરળ કરી દીધું છે. નવા ભારતમાં મોંઘવારી,ભ્રષ્ટાચાર,બેરોજગારી,આર્થિક અસમાનતા જેવા કોઈ જ પ્રશ્નો રહ્યા નથી.લોકો કમાણી નથી તો પણ મોંઘી ગાડી,મોંઘા મોબાઇલ ખરીદી રહ્યા છે.
નવા ભારતમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું સત્ય છે.ખોટા અને ખરાબ લોકો ૨૦૧૪ પહેલાંના ભારતમાં હતા.નવા ભારતમાં એ પ્રજાતિ કયાં તો લુપ્ત થઇ ગઈ છે અને કયાં તો તે પરિવર્તન પામીને નવા ભારતના નિર્માણ કરનાર સાથે થઈ ગઈ છે.નેતાઓ,અભિનેતાઓ,ઉદ્યોગપતિઓ,અધિકારીઓ,આધ્યાત્મિક ગુરુજનો બધા સાક્ષાત્ દેવતુલ્ય છે. તેઓ સામાન્ય પ્રજાના હિતેચ્છુઓ છે.નવા ભારતમાં નાના મોટા સૌ જય શ્રી રામના નારા સાથે પ્રેમથી જીવન વિતાવી રહ્યા છે. આવા સમયે નવા ભારતને છોડીને વિદેશ જનારાં લોકોને સમજણ નથી તેમજ નવા ભારતમાં જેમને સુખાકારી,વિકાસ, સમૃદ્ધિ,આધુનિકતા દેખાતી નથી તો તેમની આંખોમાં જ ખામી છે.ગુજરાતી ભાષામાં કહેવતો છે ને દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.નવા ભારતના નેતાઓ તો સાક્ષાત્ ભગવાનનાં રૂપ છે. મહાપુરુષ છે જેમના તપથી આજે આપણે સૌ વિશ્વગુરુ એવા ભારત વર્ષમાં જીવન જીવી રહ્યાં છીએ.
સુરત – કિશોર પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લીઝ ઘારકો માટે ચેતવણી
સુરતમાં બુલેટ ટ્રેન એકપ્રેસ હાઈવે જેવા મોટા પ્રોજેક્ટનાં ધમધમાટ વચ્ચે બેફામ અને રૂટ વગર દોડતી રેતી-માટી ભરેલી ટ્રકોને કારણે રસ્તાઓની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે અને ઓવરલોડ ટ્રકોને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ તુટી ગયા છે. જિલ્લા કલેકટરે એવો આદેશ આપ્યો છે કે રેતી-માટી ભરેલી ટ્રકોને અમુક ચોક્કસ માર્ગ પર દોડાવાની રહેશે. એ અંગે લીઝર ઘારકો ટ્રકોના માલિકોને રેતી-માટી ભરેલી ટ્રકોને અમુક ચોક્કસ માર્ગ પર દોડાવાની રહેશે. એ અંગે લીગર ઘારકો ટ્રકોના માલિકોને રેતી-માટી ભરેલી ટ્રકોને અમુક ચોક્કસ માર્ગ પર દોડાવાની રહેશે. અ અંગે લીગર ઘારકો ટ્રકોના માલિકોને રેતી-માટીની પરવાનગી આપતા સમયે જ માર્ગ અને રૂટ નક્કી કરી દેવામાં આવશે. અન્ય માર્ગ પર રેતી-માટીની ટ્રકો દેખાશે તો જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમો બને તો તેના પાલનની પુરી વ્યવસ્થા થવી જોઈએ.
સુરત – રાજુ રાવલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.