હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો અમુક લોકો સમર્થનમાં બોલ્યાં. આવું તો દેશનાં ઘણાં મંદિરોમાં વર્ષોથી ચાલે જ છે.તો પછી ડાકોરમાં થાય એમાં વિરોધ શું? હવે તો આ મોંઘવારીમાં ભગવાનને પણ આવક તો જોઇએ ને! બીજું કે લોકો ફિલ્મો અને મોજશોખ પાછળ હજારો રૂપિયા ખર્ચે જ છે તો પછી ભગવાનનાં દર્શનમાં રૂપિયા આપવામાં શું ખોટું? જે લોકો પાસે વધુ રૂપિયા છે એમની પાસે સમય નથી અને એમને આ વધુ રૂપિયા પણ ભગવાનના આશીર્વાદથી જ મળ્યા હશે ને! રૂપિયા ખર્ચીને લોકો જશે એનો ફાયદો બીજાને પણ થશે જ. એટલી લાઈન ઓછી થશે. તમામ મંદિરમાં આવી વ્યવસ્થા કરી દેવી જોઇએ.વીઆઇપી,વીવીઆઇપી જેવી વ્યવસ્થા કરી જે આવક આવે એનો ઉપયોગ દેશહિત માટે, ગરીબી દૂર કરવા માટે અને બેરોજગારને રોજગાર આપવા માટે કરવો જોઈએ તો ધર્મનો વિજય થયો કહેવાય.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પક્ષપલટો કરનારાઓને વળી માન-સન્માન શાના?
પક્ષાંતર અને ખંડણીથી ખરીદાયેલ વિપક્ષી સાંસદોને હારતોરાથી થતા વધામણા કેટલા ઉચિત છે? જેઓ પોતાના પિતૃપક્ષને દગો દઈ વિખુટાં પડેલા સાંસદો હંમેશા ગોળના માંટલા પર જ ચોંટેલા હોય છે. અનપક્ષ, મશલ અને મની પાવરથી ધાક જમાવી મતદારોને ડરાવી મતબેંકની લૂંટ, કહેવાતી લોકશાહીનો ઉધ્ધાર બની શકે? મોદીની વાક્ છટાથી દેશી વિદેશી સાસકોને આંજી નાખવાની ખતરનાક આદત ભારતની તિજોરીનું તળિયુ દેખાઈ રહી છે. રેવડી વ્હેંચીને સત્તા પર આવેલા શાસક પક્ષના ભ્રષ્ટાચારને ડ્રોઈંગરૂમની કાર્પેટ નીચે ઢાંકી દેવામાં આવે છે. મહમદ તઘલખી શેખ ચલ્લી જેવી બિન ઉત્પાદકિય યોજનાઓથી મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.