પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામો બાદ શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૭ (સત્તર) જણાના મૃત્યુ નિપજયાં છે. વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને જે ભારે બહુમતી સાથે વિજય મળ્યો છે એના પર આ હિંસા લાંછન લગાવી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. મમતા બેનરજી અગાઉ કહી ચૂકયાં છે કે તેમની પ્રાથમિકતા રાજયમાં કોરોના અટકાવવાની છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ રાજયમાં કોરોના અટકાવવાની સાથે સાથે હિંસાના દોરને ખતમ કરવા માટે પણ કડક, નકકર અને અસરકારક પગલાંઓ લેવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોરોના અટકાવવાની સાથે હિંસા અટકાવવા પણ કડક પગલાં લેવા જરૂરી
By
Posted on