Gujarat

“અલ્લાહ આપકો જન્નત નસીબ કરે” રમતા-રમતા કચ્છની રેતીમાં દટાયેલા 3 કિશોરો પ્રત્યે ગ્રામજનોની વેદના

વ્હાઇટ રણ તરીકે જગવિખ્યાત કચ્છ ગુજરાતીઓ માટે ફરવાના સ્થળોમાં મોખરે આવે છે જો કે આજ કચ્છના (kutch) ખાવડામાં કમકંમાટી છૂટી જાય તેવી ઘટના બનવા પામી છે. ઘટના એવી છે કે ત્રણ કિશોરોનાં ગામ પાસે આવેલી એક નદીની રેતીમાં દટાઇ જવાથી મોત (DEATH) નીપજ્યાં છે. અને આ તમામ મૃતક કિશોરો પિતરાઇ ભાઇ હતા. જેથી ગ્રામજનોમાં સોપો પડી ગયો હતો. અને ગામજનોની ચર્ચા પ્રમાણે, આ બાળકો રેતી (SAND)માં ખાડો બનાવીને તેની અંદર રમી રહ્યા હતા. જો કે આ જ ગમ્મત તેમને ભારે પડી અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકો રમતા રમતા નીચાણમાં ગયા હતા ત્યારે રેતી તેમની પર ધસી પડતા આ અકસ્માત (ACCIDENT) સર્જાયો હતો.

મોડે સુધી કિશોરો ઘરે ન આવતાગ્રામજનોએ આદરી શોધખોળ

સરહદી ગામ (BORDERED VILLAGE) ધ્રોબના પાસેની હુસેની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ ગઇકાલ સાંજથી રમવા (playing in river sand) માટે બહાર નીકળ્યા હતા. ગ્રામજનો મુજબ આ ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર (SAND HOUSE) બનાવીને રમતા હતા. જોકે મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત નહીં આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને ત્રણેયની શોધખોળ (SEARCHING) આદરી હતી.

રેતીમાં તેમના ચપ્પલ મળી આવ્યા

મળતી માહિતી મુજબ પરિવારજનો (FAMILY) આ ત્રણે કિશોરોને શોધી રહ્યાં હતા ત્યારે ત્રણેવના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યા હતા. અને જેની આજુ બાજુમાં રેતીનો ઢગલો હતો. જેથી રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને મોડી રાત્રે સારવાર અર્થે એક સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. અને ફરજ પર હાજર તબીબે ત્રણેય કિશોરને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા અને “અલ્લાહ આપકો જન્નત નસીબ કરે” તેવી દુઆ પણ આપી હતી. જો કે હાલ સ્થાનિક પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

અગાઉ ભુજમાં પણ સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત

મહત્વની વાત છે કે આજ અકસ્માતના થોડા કલાકો પહેલા જ ભુજમાં પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુજના એરપોર્ટ રીંગ રોડ પર રવિવારે સાંજે પ્રવાસીઓની ઉભેલી બસમાં જેસીબીનું આગળનું પાંખડુ અથડાયું હતુ. જો કે સદભાગ્યે કોઇને જાનહાની થઇ ન હતી અને પ્રવાસીઓની બસમાં માત્ર થોડુ નુકસાન થયું હતું. સાથે જ પાણીનું બોટલ લઇને જતો સાઇકલ ચાલક પટકાયો હતો અને બસમાં થોડુ નુકસાન પહોંચ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top