ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું (Local Body Polls 2021) મતદાન છે. ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મહાનગર પાલિકાના મતદાન માટે 2276 ઉમેદવારોએ (candidates) પોતાની દાવેદારી નોંધાવી છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ 3411 મતદાન મથકો (Polling Booth) ઉપર મતદાન યોજાનાર છે, ત્યારે પોલીસ (Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યભરમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 40 હજારથી વધુ પોલીસકર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે 44 SRP કંપનીઓના જવાનોને મતદાન મથકમાં તૈનાત કરવામાં આવ્યા છે.
પહેલા અહેવાલ એ હતા કે કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani) મતદાન માટે એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે જ્યાં તેઓ PPE કીટ પહેરીને મતદાન કરશે. પરંતુ હવે આની જરૂર નહીં પડે કારણ કે CM વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જી હા 14 ફેબ્રુઆરીએ વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા ચક્કર ખાઇને બેહોશ થયેલા CM વિજય રૂપાણીનો 15 ફેબ્રુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેયો હતો. જાના પછી તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીનો આજે RT-PCR ટેસ્ટ કરાયો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી રૂપાણી હવે રાજકોટ તેમના મતદાન વિસ્તારમાં મતદાન કરવા જઇ શકશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અમદાવાદ મહાનગર પાલિકામાં પોતાના મતવિસ્તારમાં મતદાન કરવા સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમિત શાહે અમદાવાદના નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની, પુત્ર તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. અમિત શાહની સાથે પાટીદાર આગેવાન અને રાજ્યસભાના સભ્ય નરહરી અમીન પણ આ મતદાન કરવા આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના નેતા પણ તેમની સાથે હતા. જણાવી દઇએ કે અમિત શાહ નારણપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શાહ 10.20 કલાકની આસપાસ મત આપવા પહોંચ્યા હતા. જાણવ મળ્યુ છે કે મતદાન બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની (Motera Stadium) મુલાકાત લીધી છે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થવાના હતા.
એકબાજુ દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના (Corona Virus/ Covid-19) કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય દેશમાં બ્રાઝિલ અને દ. આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા તામની એન્ટ્રી પણ થઇ ચૂકી છે.