National

હવે ભાગેડુ વિજય માલ્યાનો વારો: બેંકોએ 6200 કરોડની વસુલાત માટે તૈયારી બતાવી

ભાગેડુ લોન ડિફોલ્ટર (bank defaulter) વિજય માલ્યા (vijay malya) પાસેથી લોન રીકવરી (loan recovery) કરવા માટે બેન્કો અને ધિરાણકર્તા આક્રમક બન્યા છે અને એસબીઆઇ (SBI)ની આગેવાની હેઠળ બેન્કો આગામી 23મી જુને માલ્યાની ત્રણ કંપનીઓના શેરોને વેચવાનું આયોજન કરી રહી છે. આ બેન્કો 23મી જુને ત્રણ કંપનીઓમાં ભાગેડુ વિજય માલ્યાની હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યું છે, જેથી બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ (kingfisher airlines) પાસેથી રૂ. 6200 કરોડની વસુલાત કરી શકાય.

બજારના સુત્રોના જણાવ્યા અનુસાર યુનાઇટેડ બ્રેવરેજીસ, યુનાઇટેડ સ્પીરીટ, મેકડોવેલ હોલ્ડીંગ્સ જે ત્રણેય કંપનીઓમાં વિજય માલ્યાની હિસ્સેદારીને બ્લોકડીલ મારફતે વેચવામાં આવશે. શેરના વેચાણ યોજના હેઠળ રીકવરી અધિકારી 23મી જુને મેકડોવેલ હોલ્ડીંગ્સ લિ.ના લગભગ 22 લાખ શેર, યુબીએલના 4.13 કરોડ શેર અને યુએસએલના 25.02 લાખ શેરોનું વેચાણ કરશે. આજના બજાર ભાવ જોઇએ તો મેકડોવેલ હોલ્ડીંગ્સના શેરની માર્કેટ વેલ્યુ 13.8 કરોડ રૂપિયા, યુબીએલના હિસ્સાની રૂ. 5565 કરોડ અને યુનાઇટેડ સ્પીરીટની હોલ્ડીંગ્સની માર્કેટ વેલ્યુ રૂ. 165 કરોડ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ નાણાંકીય કટોકટીને લીધે 20 ઓકટોબર, 2011ના રોજ બંધ થઇ ગઇ હતી, જે લોન ચુકવણીમાં નિષ્ફળ ગયા હતા અને વિદેશ ભાગી ગયા હતા, જેના પગલે માલ્યાને ભારત સરકારે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા હતા. જે સંદર્ભમાં હાલમાં બ્રિટનની કોર્ટમાં માલ્યાની ભારતને પ્રત્યાપર્ણનો કેસ ચાલી રહ્યો છે.જો ઉપરોક્ત ત્રણેય કંપનીઓની હિસ્સેદારી વેચાઇ જશે તો બેન્કો માટે કિંગફિશર અને વિજય માલ્યા કેસમાં વર્ષ 2012ના અંતે લોનને એનપીએ ગણાવ્યા બાદ મોટી રીકવરીની પ્રથમ ઘટના બનશે. માલ્યાએ 17 બેન્કોને રૂ. 9000 કરોડથી વધુનો ચુનો લગાવ્યો છે.

માલ્યાની ત્રણેય કંપનીઓના શેરનું વેચાણ ડેટ રીકવરી ટ્રીબ્યુનલની સ્ક્રુટીની હેઠળ થશે, જેને રીકવરી અધિકારીને ખર્ચ અને વ્યાજ સહિત રૂ. 6203 કરોડની વસુલાતની સત્તા આપી છે.

Most Popular

To Top