આણંદ : સરદાર પટેલ યુનિવર્સીટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ વખત પીએચડી ઈન એપ્લાઈડ સ્ટેસ્ટીક કોર્ષ શરુ કરવામાં આવશે. આ કોર્ષ માટેનો થરાવ પાસ કરી દેવામાં આવ્યો છે. ટુંક સમયમાં એડમીશન નોટીસ આવ્યા બાદ એડમીશન પ્રોસેસ ચાલું કરવામાં આવશે. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ.ના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા નવો કોર્ષ પીએચડી ઈન એપ્લાઈડ સ્ટેસ્ટીક આ વર્ષથી શરુ કરવામાં આવશે. જિલ્લામાં પ્રથમ વખત આ કોર્ષ શરુ કરવામાં આવી રહ્યો છે. આથી જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે પીએચડી કરવાનો મોકો મળશે. આ કોર્ષમાં એમએસસી સ્ટેસ્ટીક, એમએસસી એપ્લાઈડ સ્ટેસ્ટીક અને એમક્યુએમસી કરેલા વિદ્યાર્થીઓ એડમીશન લઈને આગળ કારકિર્દી બનાવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓએ 3 વર્ષમાં થીસીસ સબમીટ કરવાના રહેશે. આ કોર્ષ માટે વિભાગમાં બે ગાઈડ ઉપસ્થિત છે.
એપ્લાઈડ સ્ટેસ્ટીકમાં પીએચડી એટલે શુ?
એપ્લાઈડ સ્ટેસ્ટીકમાં પીએચડીમાં જુની થીયરીના માધ્યમથી નવું સંશોધન કરવાં આવતું હોય છે. તેમાં કરવામાં આવેલો થીસીસનો ઉપયોગ સોશ્યલ, પોલીટીકલ, ઈન્ડ્રસ્ટ્રી વગેરેમાં કરવામાં આવે છે. આ કોર્ષમાં વિસ્તૃત માહિતી ભેગી કરીને સંશોધન કરવામાં આવે છે.