National

પૈસાની તંગી, રાશન પણ નહીં… સીમા હૈદર કેસમાં સચિનનાં પિતાનો વીડિયો વાઈરલ

નવી દિલ્હી: સીમા હૈદર (Seema Haider) – સચિન (Sachin) કેસ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે સચિનના પિતા નેત્રપાલ, સચિન અને સીમાનો એક વીડિયો (Video) વાઈરલ થયો છે. આ વીડિયોમાં નેત્રપાલ કહે છે કે તેઓને પોલીસની (Police) ઘરની બહાર ન નીકળવાની ફરજનાં કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

સચિનના પિતા નેત્રપાલનો વીડિયો વાઈરલ થયો છે જેમાં તેઓ કહે છે કે પોલીસ કેસના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તેઓના પરિવારે ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેઓ ઘરની બહાર નથી જઈ શકતા. ઘરની હાલત પણ બદથી બદ્ત્તર થઈ રહી છે. ખાવા પીવાના ફાંફા પડી રહ્યાં છે. નેત્રપાલે વધુમાં કહ્યું કે અમે રોજનું કમાઈને ખાવા વાળા માણસો છીએ. પરંતુ જ્યારથી પોલીસે ઘરની બહાર નીકળવાની ના પાડી છે ત્યારથી તેઓની આવક બંધ થઈ ગઈ છે. આખો દિવસ ઘરમાં રહેવાની ફરજ પડી છે તેમજ ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ઘરમાં બચેલું રાશન પણ સમાપ્ત થઈ ગયું છે. તેમણે કહ્યું અમે આ માટે SHOનો પણ પત્ર લખ્યો છે જેનાં કારણે અમને કંઈક મદદ મળી શકે.

નેત્રપાલે કહ્યું જો આવી જ પરિસ્થિતી રહેશે તો અમારે ભૂખે મરવાનો વારો આવશે. ઘરના બહાર કોઈ પણ ન જઈ શકે તેવી ફરજ પડવાના કારણે કોઈ આવક થઈ રહી નથી. તેમણે કહ્યું SOHને જે પત્ર લખ્યો છે તે સિનિયર અઘિકારીઓ સુધી પહોંચાડવામાં આવે જેથી આ સમસ્યાનું કંઈક સમાઘાન આવે અને અમને રોજી રોટી મળી શકે.

શું છે સીમા હૈદર અને સચીનનો કેસ?
પાકિસ્તાની સીમા હૈદરને ભારતમાં ગેરકાનૂની રીતે પ્રવેશવા બદલ 4 જુલાઈના રોજ એરેસ્ટ કરવામાં આવી હતી. આ સાથે સચિનની પણ સીમાને ગેરકાનૂની રીતે પ્રવેશમાં મદદ બદલ ઘરપકડ કરવામાં આવી હતી. 7 જુલાઈના રોજ આ બંનેની કોર્ટથી બેલ મળી ગઈ હકી. હાલ સીમા પોતાના ચાર બાળકો સાથે સચિનના ઘરે નિવાસ કરી રહી છે. સીમા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ભારત ગેરકાનૂની રીતે પોતાના ચાર બાળકો સાથે આવી હતી. આ ઉપરાંત તેણે પોતાના પ્રેમી સાથે ભારત આવી લગ્ન કરી લીધા હોય તે વાતનો પણ સ્વીકાર કર્યો હતો. પોલીસ આ કેસમાં હાલ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

Most Popular

To Top