SURAT

મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી પાડોશી મહિલાનો વિડીયો વાઇરલ

સુરત: મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કોમલ સોજીત્રા નામની મહિલાએ બાળકીને બેરહેમીથી માર મારી રહી હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ થઈ જતા લોકોએ મહિલા ઓર ફટકાર વરસાવી રોષ વ્યકત કર્યો છે. જોકે બાળક ને જાહેરમાં મારવા પાછળ નું કોઈ કારણ સામે આવ્યું નથી. રમતી બાળકીને ઉપાડી લિફ્ટ પાસે લઈ જવાયા બાદ મુક્કા મારી લિફ્ટમાં લઈ જવાતી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

પીડિત બાળકીના પિતા એ કહ્યું હતું કે ઘટના જન્માષ્ટીના રોજ બની હતી. મારી 8 વર્ષની દીકરી નીચે રમતી હતી. ત્યાંથી ઉપાડીને પાડોશી મહિલા લિફ્ટ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં મુક્કા મારી લિફ્ટમાં લઈ ગઈ હતી. ચાલુ લિફ્ટમાં પણ મારી માસુમ બાળકીને મારવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

વધુમાં જણાવ્યું હતું કે મારી બાળકી ધોરણ-2 માં અભ્યાસ કરે છે. તેને ફટકારનાર પાડોશી મહિલાને પણ નાની દીકરી છે. જન્માષ્ટીના રોજ બનેલી ઘટના બાદ અચાનક બાળકી હેબતાઈ જતા કંઈક અનહોની બની હોવાનું અનુમાન કરી CCTV ચેક કરતા દીકરી ને જાહેરમાં મારતી પાડોશી મહિલા દેખાય છે.

આજે કાયદાકીય સલાહ સુચન મેળવ્યા બાદ આગળનું વિચારીશું. અમો ને ભગવાને એક દીકરી અને એક દીકરો આપ્યા છે. ફિકવનસી થેરાપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવાર સાથે ખુશ છે. કોઈ પણ વાત વગર મારી દીકરીને મારવામાં આવી છે. ન્યાય મળે અને આવું કોઈ બીજા બાળક સાથે ન થાય એ માટે આગળની કાર્યવાહી કરીશું

Most Popular

To Top