સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બબાલ થઈ છે. કારીગરના મોતના મામલે તેના પરિવારજનોએ કારખાનેદાર સાથે ઝપાઝપી કરી છે. મારામારીના લીધે નવી સિવિલ હોસ્પિટલમાં માહોલ તંગ બન્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
વળતરની માંગણી સાથે પરિવારે સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર હોબાળો મચાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં સંચા ખાતાના ઓટલા પર જ સારવારના અભાવે કારીગર મીઠાલલ્લુ સિંઘનું મોત થયું છે. કારીગરના મોતની જાણ તેના પરિવારજનોને કરવાના બદલે કારખાનેદાર તેને નવી સિવિલમાં લઈ ગયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ 10 કલાક વીતિ ગયા બાદ પરિવારજનોને મોતની જાણ કરાઈ હતી. મોતને ભેટેલા ઘરના વડીલ ને લઈ ખાતેદાર સામે વિરોધ નોંધાવી રોષ વ્યકત કર્યો હતો.
મૃતકના ભત્રીજા એ કહ્યું હતું કે પિતરાઈ બહેનના 4 મહિના બાદ લગ્ન છે, કાકા દીકરીના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. કામ નું સ્થળ બીજું પરિવાર હોય છે પરંતુ મીઠાલલ્લુ સિંગ અશક્ત હાલતમાં ખાતાના ઓટલે પડી રહ્યા પણ કોઈ મદદ કરી ન હતી. આ એક મોટી લાપરવાહી ગણાવી શકાય. બસ અમને ન્યાય મળે એની માગ સાથે લડી રહ્યા છે. ખાતેદાર પોતાની જવાબદારી સ્વીકારે અને પરિવારને આર્થિક મદદ કરે. નહીં તો મીઠલલ્લૂ સિંગ નો મૃતદેહ અમે નહીં સ્વીકારીએ એવું પરિવારજનોએ જણાવ્યું હતું.
જીતેન્દ્ર સિંગ રાજપૂત (ભત્રીજા) એ જણાવ્યું હતું કે, કાકા મીઠલલ્લૂ સિંગ રામદેવ સિંગ 49 વર્ષના હતા. ગોદાડરા આસપાસ પાસેની પટેલ નગરમાં રહેતા હતા. બે પુત્ર અને એક પુત્રી સહિત પત્ની સાથે રહેતા હતા. સંચા ખાતામાં કામ કરતા મીઠલલ્લૂ સિંગ 29 મી ના રોજ કામ પર ગયા હતા. જોકે ખાતા પર પહોંચતા ની સાથે જ એમની તબિયત બગડતા તેઓ ખાતા ના ઓટલે પડી રહ્યા હતા. લગભગ કલાકો બાદ એમનું મોત નિપજતા પોલીસે 30 મી ના રોજ પોસ્ટ મોર્ટમ કરાવી 10 કલાક બાદ પરિવાર ને જાણ કરી હતી.
દીકરીના ચાર મહિના બાદ લગ્ન
વધુમાં જણાવ્યું હતું કે ત્રણ સંતાનોમાં એક ની એક દીકરીના ચાર મહિના બાદ લગ્ન છે. કાકા સહિત આખું પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યું હતું. મીઠલલ્લૂ સિંગ ખાતા ના કર્મચારીઓ અને શેઠ ને પોતાનું બીજું પરિવાર સમજતા હતા. જોકે અશક્ત હાલતમાં પડેલા જોઈ કોઈ પણ એમની મદદે ન આવ્યું એ દુઃખની વાત છે. એટલું જ નહીં પણ કોઈ એ પરિવાર ને જાણ કરવાની પણ સુઝબૂજ ન રાખી એ નવાઈની વાત છે. પોલીસ પર પોસ્ટ મોર્ટમના 10 કલાક બાદ પરિવાર ને મીઠલ્લુ સિંગના મોત ની ખબર આપે છે. બસ આ વાત સામે પરિવાર નો વિરોધ છે.
પોસ્ટમોર્ટમ રૂમ બહાર હોબાળો
વધુમા જણાવ્યું હતું કે ગુરુવાર ની રાત્રે પરિવાર ને લઈ પોલીસ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમ પર આવી અંતિમ વિધિ માટે મૃતદેહ આપી રહી હતી. જેનો વિરોધ કરી આજે સવારે ખાતેદાર ને બોલાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ વળતર ની માગ કરતા ખાતેદાર હાથપાઈ પર આવી ગયા હતા. મીઠલલ્લુ સિંગ ને જો યોગ્ય સારવાર મળી હોટ તો આજે એ હયાત હોટ એ વાત ને નકારી શકાય નહીં, બસ વળતર નહિ આપે તો મૃતદેહ નહિ સ્વીકારીએ એવું જણાવી પરિવારે ન્યાય ની અપીલ કરી છે. દીકરી ના લગ્ન માટે વળતર માગી રહ્યા છે. ઘરનો કમાઉ માણસ જ રહ્યો નથી એ પણ ખાતેદાર અને ત્યાં ના કર્મચારીઓની બેજવાબદારી ને કારણે પરીવાર માતમ માં છે એટલે વળતર માગવાનો હક પણ છે બસ અમને ન્યાય મળે,