Gujarat

PM મોદી અને UAEના રાષ્ટ્રપતિનો રોડ શો, બંને દેશના વડાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાત: ગુજરતાના (Gujarat) ગાંધીનગર (Gandhinagar) ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની (Vibrant Gujarat Global Summit) 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં મહાત્મા મંદિરમાં વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના વડા, મોટી બિઝનેસ કંપનીના સીઇઓ ભાગ લેશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ટ્રેડનું ઇદ્ઘાટન કર્યું હતું. જો કે આ ગ્લોબલ ટ્રડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલએ ગુજરાતમાં આવેલી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

PM મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ UAEના રાષ્ટ્રપતિને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ત્યારબાદ નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ શો કરશે. સાથે લોકોએ જય શ્રી રામના નારા લગાવી માહોલ રામમય બનાવ્યો હતો. તેજમ બંને દેશના ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. પછી પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સર્વસમાવેશક વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે વ્યાવસાયિક જોડાણ, જ્ઞાન વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે.

આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

Most Popular

To Top