National

દેશમાં નવા વેરિએન્ટની એન્ટ્રી: પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચમાં મળ્યો બ્રાઝિલ અને યુકેનો સ્ટ્રેન

નવી દિલ્હી: (Delhi) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ બ્રિટન અને બ્રાઝિલથી (Britain Ad Brazil) ભારત આવેલા લોકોમાં મળી આવ્યો છે.  કોરોનાના આ ઘાતક નવા વેરિએન્ટને વધુ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. કારણ કે તે સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો પેદા કરી શકે છે. NIV ની તપાસ મુજબ આ વેરિએન્ટ (Variant) લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે. એ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટની જેમ જ ગંભીર છે. એનાથી સંક્રમણ લાગતાં લોકોમાં કોરોનાનાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.  વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે કે કેમ એ જોવા માટે સ્ક્રીનિંગ કરવાની જરૂરિયાત કહેવામાં આવી છે. NIVનો આ અભ્યાસ bioRxiv માં ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ વેરિએન્ટ અંગે જાણવા મળ્યું છે કે તેનાથી સંક્રમિત થયા બાદ 7 દિવસમાં દર્દીનું વજન ઓછું થઈ જાય છે. આ સાથે જ શરીરમાં રહેલી એન્ટીબોડીને પણ આ વેરિએન્ટથી જોખમ છે અને તેમાં સતત ઘટાડો થાય છે. સૌથી પહેલા આ વેરિએન્ટ બ્રાઝિલમાં મળી આવ્યો હતો અને ત્યાંથી બે વેરિએન્ટે ભારતમાં એન્ટ્રી મારી. જો કે આ બીજા વેરિએન્ટના હજુ વધુ કેસ સામે આવ્યા નથી. 

જોકે જોખમ સામે સ્વદેશી વેક્સિન કોવેક્સિનને અસરકારક ગણવામાં આવી રહી છે. આ જ સંસ્થાના અન્ય એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વદેશી કોરોનાની વેક્સિન કોવેક્સિન આ વેરિયન્ટ સામે અસરકારક છે અને વેક્સિનના બે ડોઝ દ્વારા જે એન્ટિબોડીઝ બને છે એનાથી આ વેરિયન્ટને ન્યૂટ્રિલાઇટ કરી શકાય છે. સ્ટડી મુજબ રસીના બે ડોઝથી જે એન્ટીબોડી બને છે તે આ વેરિએન્ટનો ખાતમો કરવાની પણ ક્ષમતા વેક્સિન પાસે છે.

આ અભ્યાસ કોવિડની જિનોમ સર્વેલન્સની જરૂરિયાત પર ભાર મૂકે છે, જેથી ટૂંક સમયમાં કોરોનાના નવા-નવા વેરિયન્ટ વિશે વહેલી તકે જાણી શકાશે. નવા વેરિએન્ટ અંગે વધુ જાણકારી મેળવવાની હજુ બાકી છે. પરંતુ તેની અસર વ્યાપક સ્તરે થઈ તો વળી પાછી મોટી સમસ્યા પેદા થઈ શકે છે. ભારત બાયોટેકની કોવેક્સીન આ વેરિએન્ટ વિરુદ્ધ કારગર માનવામાં આવી રહી છે પરંતુ તેની સામે લડવા માટે રસીમાં પણ ફેરફાર કરવો જરૂર પડશે. 

Most Popular

To Top