Dakshin Gujarat

વરેલીમાં દુકાનદાર ઉપર ચપ્પુ વડે હુમલો કરનારને લોકોએ ઢીબી નાંખ્યો

પલસાણા તાલુકાના વરેલી ગામે શુક્રવારે બપોરે સુભમ કટણીની ગામમાં નાસ્તાની દુકાન ચલાવતા શખ્સ સાથે રૂપિયાને લઇ માથાકુટ થઇ હતી. ત્યારે સુભમે તેના અન્ય મિત્ર પાસેથી ચપ્પુ લઇ નાસ્તાની દુકાન ચલાવતા ઇસમ પર હુમલો કર્યો હતો. ત્યારે દુકાનદારે તેનો પ્રતીકાર કરતા સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી.

આ સમયે આસપાસ અન્ય લોકો એકઠા થઇ જતાં હુમલો ક૨ના૨ ઇસમને પકડી ઢોર માર મારી કડોદરા પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનાનો જાગૃત નાગરિકે વીડિયો ઉતારી લીધો હતો. ત્યારે વરેલી ગામે ભરબપોરે લુખ્ખા તત્ત્વોએ છરી વડે હુમલો કરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે કડોદરા પોલીસે હુમલો કરનાર ઇસમને ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.

Most Popular

To Top