વાપી: (Vapi) વાપીના સલવાવથી 8 લાખ રૂપિયાનો દારૂનો (Liquor) જથ્થો ભરેલ ડમ્પર (Dumper) વાપી ડુંગરા પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસે ડ્રાઈવર તેમજ ક્લીનરની અટક કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- વાપીના સલવાવથી દારૂનો જથ્થો ભરેલું ડમ્પર પોલીસે ઝડપી પાડ્યું
- સંઘપ્રદેશ દમણથી હાઈવા ડમ્પર દારૂનો જથ્થો ભરી નવસારી તરફ જઈ રહ્યું હતું
- દારૂનો જથ્થો દમણમાં રહેતા દિપકે ભરેલ હતો અને તે ખેરગામમાં રહેતા નિઝામમીયા શેખને આપવાનો હતો
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સંઘપ્રદેશ દમણથી હાઈવા ડમ્પર નં. જીજે-16 એકસ-8346 માં દારૂનો જથ્થો ભરી નવસારી તરફ રવાના થવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ વાપી નજીકના સલવાવ ને.હા.નં.48 પર પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વર્ણવેલ નંબરવાળું ડમ્પર આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી. ડમ્પરમાં તાડપત્રીના નીચેથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. જે અંગે ડમ્પરચાલક પાસે પાસપરમીટની માંગણી કરતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડમ્પરચાલક રૂપેશ ગોરેલાલ યાદવ (ઉં.29) અને કલીનર અરવિંદ રાજકુમાર યાદવ (ઉં.23, બંને રહે. સેલવાસ, મૂળ મધ્યપ્રદેશ)ની અટક કરી વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો દમણમાં રહેતા દિપકે ભરેલ હતો અને તે ખેરગામમાં રહેતા નિઝામમીયા શેખને આપવાનો હતો. પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ડમ્પરની કિંમત 10 લાખ, દારૂના જથ્થાની કિંમત 8,07,600 આંકી આગળની કાર્યવાહી વાપી ડુંગરા પોલીસ કરી રહી છે.
અંકલેશ્વરના કોસમડી ગામના ઝુંડી ફળિયામાં વિદેશી દારૂનો વેચાણ કરતી મહિલાની ધરપકડ
અંકલેશ્વર- અંકલેશ્વરના ઝુંડી ફળિયામાં વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાની ધરપકડ . ૩ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરની ઝડપી. વિદેશી દારૂનું વેચાણ કરતી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામના ઝુંડી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામના ઝુંડી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર કલ્પના સુનીલ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો ૩ હજારનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.