વાપી : (Vapi) ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી હાઈસ્પીડ (High Speed) વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન શુક્રવારે વાપી રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થઈ ત્યારે એક યુવક ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ નં. ૨ ઉપર ચઢી ગયો હતો. એવરેજ ૯૬ કિલોમીટરની સ્પીડમાં દોડતી વંદે ભારત અક્સપ્રેસની મહત્તમ સ્પીડ ૧૩૦ કિલોમીટરની છે. જોકે યુવક ટ્રેક ક્રોસ કરીને પ્લેટ ફોર્મ નં. ૧ ઉપરથી પ્લેટફોર્મ નં.૨ ઉપર ચઢી જવામાં સફળ રહ્યો હતો. વંદે ભારત ટ્રેન વાપીમાં સ્ટોપેજ નહીં હોવાથી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં ઊભેલા મુસાફરોએ ટ્રેનનો વિડીયો (Train video) મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો.
એવરેજ ૯૬ કિલોમીટરની સ્પીડ તથા મહત્તમ ૧૩૦ કિલોમીટરની સ્પીડ છતાં યુવક બચી ગયો
જેમાં યુવકે એજ સમયે ટ્રેક ક્રોસ કરી હોવાથી આ વિડીયો હાલમાં વાઈરલ થઈ ગયો છે. જોકે પ્લેટફોર્મ નં.૧ ઉપરથી એક ટ્રેન સુરત તરફ જઈ રહી હતી તે સમયે યુવક પ્લેટફોર્મ-૧ ઉપરથી ટ્રેક પર ઉતરીને ઝડપથી પ્લેટફોર્મ નં.૨ ઉપર ચઢી ગયો હતો. તેનું ધ્યાન હતું નહીં. લોકો વંદે ભારત એક્સપ્રેસને મોબાઈલ ફોનમાં ઝીલી લેવા માટે આતુર હતા. ત્યાં આ યુવક વંદે ભારત એક્સપ્રેસની સામેથી પ્લેટફોર્મ ક્રોસ કરતો નજરે પડ્યો હતો. પરંતુ જે ત્વરાથી યુવકે રેલવે ટ્રેક ક્રોસ કરે છે તે રેલવેના કોઈ સ્ટોલનો જ માણસ લાગે છે. કોઈ મુસાફર આ રીતે ટ્રેક ક્રોસ કરી શકે તેવું લાગતું નથી.
ઇસમ પ્લેટફોર્મથી નીચે કૂદીને 2 નંબરના પાટા ઉપર આવી ગયો
તે સમયે પ્લેટફોર્મ નં.1થી એક કાળા ટી-શર્ટ અને કાળા પેન્ટ પહેરેલો ઇસમ અચાનક પ્લેટફોર્મથી નીચે કૂદીને 2 નંબરના પાટા ઉપર આવી ગયો હતો. જેને જોઇ ટ્રેનના લોકો પાયલોટે જોરજોરથી હોર્ન વગાડતા ઇસમ પ્લેટફોર્મ નં.2 ઉપર ચઢ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. જે અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટોપેજ બાદ સીધી મુંબઇ સેન્ટ્રલમાં ઉભી રહેશે. શુ્ક્રવારે જ્યારે આ ટ્રેન વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 થી પસાર થવા જઇ રહી હતી.