વાપી : વાપીના (Vapi) પાંચ મિત્રો દમણ ફરવા તેમજ ઢાબામાં જમવા માટે જતા રિક્ષાના ભાડાના (Auto Fear) ૨૦ રૂપિયા માટે ત્રણ મિત્રોએ એક મિત્રને તેના ઘરે રાત્રે આવીને માર માર્યો હતો. જેમાં હાથના કડાથી માર મારતાં ફ્રુટના વેપારીને (Fruit merchant) માથામાં ઈજા થતાં ત્રણ સામે વાપી ટાઉન પોલીસે (Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાપી કચીગામ રોડ ઉપર રહેતા ફ્રુટના વેપારી દુર્ગેશ ઉર્ફેમુન્ના શ્યામબીહારી જયસ્વાલ તથા અન્ય મિત્રો જેમાં બાલકિશન કાનતા યાદવ, જયલાલ યાદવ, ગુરુદયાલ યાદવ તથા ધીરજ યાદવ આ પાંચે મિત્રો કચીગામ રોડ ઉપર કલ્પેશભાઈની બિલ્ડીંગ પાસે ભેગા થઈને દમણ ફરવા તેમજ જમવા જવાનું નક્કી કર્યુ હતું.
રૂપિયા ૨૦ નહીં આપે તો જાનથી મારી નાંખીશું
જેમાં ગુરુદયાલ યાદવની ઇલેકટ્રીક મોપેડ ઉપર ગુરુદયાલ અને જયલાલ યાદવ નીકળ્યા હતા. જ્યારે ધીરજ, દુર્ગેશ અને બાલકિશન રિક્ષામાં નીકળ્યા હતા. દમણમાં જઈને ધીરજે ગુગલ પેથી રિક્ષાનું ભાડુ ચૂકવ્યું હતું. ત્યારબાદ દુર્ગેશે ગુરુદયાલ પાસે લઈને રૂપિયા ૨૦ આપી દીધા હતા. પરંતુ બાલ કિશને દુર્ગેશને કહ્યું હતું કે હિસાબમાં ભૂલ પડે છે તારે રૂપિયા ૨૦ ચૂકવવાના બાકી છે. તેવું કહીને બાલકિશન ઝઘડો કરવા લાગ્યો હતો.દુર્ગેશ ત્યાંથી અલગ રિક્ષા કરી ઘરે આવી ગયો હતો. રાત્રે બાલકિશન, જયલાલ અને ગુરુદયાલ યાદવે આવીને દુર્ગેશને રૂપિયા ૨૦ આપવાનું જણાવી બાલકિશને ઉશ્કેરાઈ જઈને હાથના કડાથી કપાળના ડાબી તરફ માર મારતા દુર્ગેશને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે સમયે બીજા બે જણાએ પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો. જતા જતા હિસાબના રૂપિયા ૨૦ નહીં આપે તો જાનથી મારી નાંખીશું. દુર્ગેશે ચલા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વ્યારાના મગદુમ નગરમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઉપર હુમલો
વ્યારા: વ્યારા મગદુમ નગરમાં ભંગારનો ધંધો કરતો આશિફ સલીમ કાકર (ઉં.વ.૨૬) પર તા.૪/૧૧/૨૦૨૨ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં જાવિદ હસન શેખનો ફોન આવ્યો હતો કે દિવસમાં ઝઘડાને લઈ સમજાવવા જતાં અનિકશા સફિરા, રફિકશા સફિરા, નઝામલા સફિરા તથા અમ્યો મળી તેને માર મારે છે. જેથી આશિફ કાકર પોતાનાં પિતા સાથે ત્યાં જઈ તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. એઅરસામાં આતિકશાએ તેના હાથમાં રહેલ કોયતા જેવા સાધનથી આશિફ કાકર પર હુમલો કર્યો હતો. આ સાધન આશિફને કપાળના ભાગે વાગી ગયું હતું. બીજા આરોપીઓ પાસે રહેલ લાકડીઓનાં આશિફના પિતાને બરડાના ભાગે સપાટા માર્યા હતા. જાવેદને પણ લાકડીથી પીઠના ભાગે માર માર્યો હતો. શરીરે ઢીક મુક્કીનો માર મારી ગાળો આપી બહાર મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મારામારીમાં અનિકશા સફિરા કાંકરને પણ ઇજા થઇ હતી.