વાપી : વાપીના (Vapi) ગુંજન વિસ્તારમાં એસબીઆઈના (SBI) એટીએમમાંથી (ATM) નાણાં કાઢતી મહિલાને (Women) મદદ (Help) કરવાના બહાને એટીએમ કાર્ડ (ATM Card) બદલી લઈ તેનો પાસવર્ડ (Password) જાણી લઈને ગઠીયો ૧,૦૨૫૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કરી છે. એટીએમ કાર્ડથી ૭૨,૫૦૦ની સોનીની દુકાનમાંથી (Shop) ખરીદી કરી તેમજ ૧૦,૦૦૦ ત્રણ વખત એટીએમ કાર્ડથી કાઢી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
વાપીમાં ક્રિએટીવ ટેક્સટાઈલમાં નોકરી કરતી અને છરવાડા રમઝાનવાડીમાં શિવપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી પિન્કીદેવી પવનકુમાર સુરેલીયા તેમની ફોઈ ગાયત્રીબેન શીતલા ચૌબે જે મધ્યપ્રદેશના જેબલપુરથી છેલ્લા દોઢેક મહિનાથી રહેવા આવી હતી. આ બંને પરિવારના અન્ય સભ્યો સાથે ભાડાની ગાડી કરીને રાબડા વિશ્વમભરી માતાજીના મંદિરે દર્શને ગયા હતા. ત્યાંથી પાછા ફરતા ગુંજન લો પ્રાઇઝ સ્ટોરની બાજુમાં એસબીઆઇના એટીએમમાંથી ફોઈ ગાયત્રીબેનને પૈસા કાઢવા હતા તેથી સાથે પિન્કીદેવી ગઈ હતી. પૈસા કાઢી પાછા ફર્યા ત્યારે એક ૪૦થી ૪૫ વર્ષનો ઇસમ તેમની ગાડી પાસે આવીને કહેવા લાગ્યો કે તમે રૂપિયા ઉપાડયા તેની પ્રોસેસ હજી ચાલુ છે કેન્સલ થઈ નથી. તેવું કહીને આ બંને મહિલાને એ ગઠીયો એટીએમ પાસે લઈ ગયો. એટીએમ સ્કેન કરવું પડશે તેવું જણાવીને એ ગઠીયાએ મહિલાનો કાર્ડ બદલી લઈ તેનો પાસવર્ડ પણ જાણી લીધો હતો. ત્યારબાદ ગાયત્રીબેન જેબલપુર ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમના ખાતામાં પૈસા નથી. વાપીમાં ગઠીયાએ ૧,૦૨,૫૦૦ની છેતરપિંડી અંગે વાપી જીઆઇજીસી પોલીસ મથકમાં પિન્કીદેવી સુરેલીયાએ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોસંબા નજીક મકાનમાંથી નેવું હજારની ચોરી
હથોડા: કોસંબા-મહુવેજ રોડ પર આવેલા ગુલફાર્મ સિટી ખાતેના મકાનની બારીનો કાચ તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો ઘરમાંથી એલઈડી ટીવી, સીસીટીવીનું મોનિટર, સીલિંગ પંખો, ગેસ બોટલ વગેરે મળી રૂપિયા નેવું હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કોસંબા-મહુવેજ રોડ પર આવેલા ગુલફાર્મ સિટીના મકાન નં.૭માં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો કોઈક સાધન વડે બારીનો કાચ તોડી ઘરમાં પ્રવેશી ઘરમાંથી સામાનની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ઝકી અબ્દુલ લતીફ નાખુદાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.