Dakshin Gujarat

વાપીમાં GIDC ચારરસ્તા પરના ફલાય ઓવર પર એક પછી એક 10 વાહનો અથડાયા

વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) ચારરસ્તા પરના ફલાય ઓવર બ્રિજ (Fly Over Bridge) ઉપર શનિવારે એક સાથે એક પાછળ એક 8 થી 10 વાહન અથડાતાં હાઇવે પર ટ્રાફિક (Traffic) જામ થઈ ગયો હતો. વાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો. અકસ્માતમાં (Accident) કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ વાહનોમાં ભારે નુકસાન થયું હતું. અહીં ડોક્ટર લોગો હોય તેવી કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત થવાનું કારણ આગળ ચાલતા એક વાહને અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. આગળ જતાં વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માતો થયો હતો, અનેક વાહનોને નુકસાન થયું.

કાર-બાઈકને ટક્કર માર્યા બાદ લકઝરી બસ પલટી ગઈ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં બસ પલટી ગઈ હતી. રવિવારે મહારાષ્ટ્રનાં પરભણથી સાપુતારા-શામગહાન થઈ સુરત તરફ જઈ રહેલી ખાલી લકઝરી બસ. નં.જી.જે.03.બી. ડબલ્યુ.3672ના ચાલકે બારખાંદીયા ફાટક પાસે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સામેથી મુંબઈથી સાપુતારા તરફ જઈ રહેલી હુન્ડાઈ i10 કાર. નં.એમ.એચ. 47.ક્યુ. 5819 તથા સ્થાનિક મોટરસાયકલ નં.જી.જે. 30.સી. 1260ને ટક્કર મારી માર્ગની સાઈડમાં આવેલા દુકાનનાં શેડ પાસે પલ્ટી ગઈ હતી. અકસ્માતનાં ત્રણેય વાહનોને જંગી નુકસાન થયું હતું. સદનસીબે આ લકઝરી બસ ખાલી હોવાથી કોઈ જાન હાનિ થઈ ન હતી. આ અકસ્માતનાં બનાવમાં બસ ચાલક સહિત ક્લીનર તથા કારમાં સવાર મુસાફરોને નજીવી ઇજા પહોંચી હતી. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધરમપુરના પૈખેડ ગામે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત
ધરમપુર: ચીખલીના સતાડીયા ગામનો ધર્મેશ રતિલાલ પટેલ (ઉ.વ.39) ટેમ્પો નં. GJ-21-V- 3789માં ખેરગામથી પશુ દાણ ભરી સોમાભાઈ તથા જયેશ સાથે ધરમપુરના પૈખેડ ગામે ખાલી કરવા જતો હતો. ત્યારે પૈખેડ કોસબાડી જતા રોડ ઉપર અચાનક ધર્મેશે ટેમ્પોના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ ઉપરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાયો હતો. જેમાં ધર્મેશને માથામાં ભાગે ગંભીર ઇજા થઇ હતી. સોમાભાઈ તથા જયેશને સામાન્ય ઇજા થઇ હતી. ત્રણેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે પીંડવળ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ધર્મેશને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે ખેરગામના મનેષભાઈ આહિરે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી હતી.

Most Popular

To Top