વલસાડ-નવસારી(Valsad-Navsari): અંબિકા(Ambika, પૂર્ણા(Purna), કાવેરી(Kaveri) અને ઓરંગા(Oranga) ફરી છલકાઈ જતા નવસારી અને વલસાડ જિલ્લામાં ફરી એકવાર પૂર(Flood)ના પાણી ફરી વળ્યા છે. ગુરુવારે મળસ્કે ચાર વાગ્યે કાવેરી નદીના પાણી ચીખલી(Chikhli) તાલુકાના ખૂંધ અને સાદકપોર ગામમાં ઘૂસી ગયા હતા. નદીના પાણીનો પ્રવાહ એટલો વધુ તેજ હતો કે નાના મોટા વાહનો તણાઈ ગયા હતા. તંત્રની અપીલના પગલે અનેક લોકો ગામ છોડી જતા રહ્યાં હતાં પરતુ કેટલાક લોકો ઘર છોડવા માંગતા નહીં હોય ત્યાં જ રહ્યાં હતાં. મળસ્કે ચાર વાગ્યે કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસી જતા ખૂંધ ગામના નદી ફળિયા અને સાદકપોરના ગોલવાડમાં 12થી 15 લોકો ફસાઈ ગયા હતા. બે માળના મકાનનો પહેલો માળ પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. લોકો પૂરથી બચવા માટે બીજા માળે અને ટેરેસ પર જતા રહ્યાં હતાં.
એનડીઆરએફની ટીમે હેલિકોપ્ટરથી આ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સવારે 4 વાગ્યાના પૂરમાં ફસાયેલા લોકોને બપોરે 1.30 વાગ્યે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા હતા. બંને ઠેકાણે મળી અંદાજે 12 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરીને સેનાના હેલિકૉપ્ટર મારફતે સુરત એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે. તેઓને સુરત ખાતે જરૂરી વ્યવસ્થા પૂરી પાડી શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે
સસ્તા અનાજની દુકાનમાં પાણી ભરાતા અનાજ પલળી ગયું
વલસાડમાં ફરી પૂર આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે ઔરંગા નદીમાં પુર આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આવવાનાં કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જવા પામ્યા છે. રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતા NDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રએ લોકોને ઘરોમાંથી સુરક્ષિત બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખેરગામ તાલુકાના પાણીખડક ગામની સસ્તા અનાજની દુકાનમાં વરસાદનું પાણી ઘુસી ગયું હતું. જેના કારણે અનાજના 30 જેટલા કટ્ટા પાણીમાં પલળી ગયા હતા. જેને સુકા સ્થાન પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે પૂર સ્થિતિના પગલે તારાજી સર્જાઈ છે. તો ભારે વરસાદના પગલે લીલા દુષ્કાળનો ભય ફેલાઈ રહ્યો છે. વલસાડમાં 15 ઇંચ વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉમરગામમાં 214 મીમી, કપરાડામાં 377 મીમી, ધરમપુર 340 મીમી, પારડીમાં 286 મીમી, અને વલસાડ 123 મીમી અને વાપીમાં 260 મીમી વરસાદ ખાબક્યો છે. મધુવન ડેમની સ્થિતિની વાત કરીએ તો હાલમાં 2 વાગ્યા સુધીમાં મધુવન ડેમની સપાટી 72 મીટર નોંધાઈ છે. ડેમમાં ઇનફલો 1,06,252 કયુસેક છે જ્યારે આઉટફલો 1,20,585 કયુસેક છે.