Dakshin Gujarat

કપરાડામાં લગ્નમાંથી મળસ્કે ઘરે પરત જઈ રહેલી કિશોરીને રસ્તામાં બે તરૂણો ઝાડીમાં લઇ ગયા અને..

વલસાડ: (Valsad) કપરાડાના ચેપા ગામમાં લગ્ન (Marriage) પ્રસંગમાંથી એકલી પોતાના ગામમાં જઇ રહેલી એક કિશોરીને બે તરૂણો રસ્તામાંથી પકડીને ઝાડીમાં લઇ ગયા હતા. આ બંને તરૂણોએ કિશોરી સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતુ. ગત 12મીની રાત્રે બનેલી ઘટના અંગે આજરોજ પોલીસ (Police) ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે પોલીસે બંને તરૂણોને પકડી પાડ્યા હતા.

  • કપરાડામાં લગ્નમાંથી પરત ફરતી કિશોરી સાથે બે તરૂણોનું દુષ્કર્મ
  • લગ્નમાંથી મળસ્કે પોતાના ઘરે પરત થતી હતી ત્યારે રસ્તામાં ઓળખીતા બે તરૂણો ઝાડીમાં લઇ ગયા
  • ડોક્ટર પાસે તપાસ કરવા પહોંચતા ડોક્ટરે પોલીસને જાણ કરી

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગત 12મીની રાત્રે કપરાડાના એક ગામમાં રહેતી કિશોરી તેની નજીકના ચેપા ગામે એક લગ્ન પ્રસંગે ગઇ હતી. એ દિવસે લગ્નમાંથી તેણી મળસ્કે 4 કલાકે પોતાના ઘરે પરત થતી હતી ત્યારે રસ્તામાં તેના ઓળખીતા બે તરૂણોએ તેને આંતરી અને પકડીને ઝાડીમાં લઇ ગયા હતા. જ્યાં બંનેએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના બાદ યુવતી કંઇ બોલી ન હતી. જોકે, આ અંગે તેઓ જ્યારે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા ગયા ત્યારે ડોક્ટરે આ અંગે પોલીસને જાણ કરી અને પોલીસે બનાવ સંદર્ભે યુવતીની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી બંને તરૂણોને પકડી પાડ્યા હતા.

યુવતી 6 દિવસ કેમ પોલીસ પાસે ગઇ નહીં
કપરાડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવવો લોખંડના ચણા ચાવવા બરાબર છે. ગરીબ આદિવાસીઓ સાથે પોલીસ દ્વારા યોગ્ય વર્તન નહીં કરાતું હોવાની ફરિયાદ વારંવાર ઉઠતી રહે છે. આ પોલીસ મથકના પીએસઓ દ્વારા ફરિયાદી સાથે બેહુદુ વર્તન થતું હોવાના અનેક બનાવો બહાર આવતા હોય છે. ત્યારે જ્યારે પણ મોડી ફરિયાદ થાય ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠતા રહેતા હોય છે.

કપરાડા પોલીસ મથક એટલે સજાનું પોલીસ મથક
જે પોલીસ કર્મીઓને સજા આપવાની હોય તેમની બદલી કપરાડા કરી દેવાતી હોય છે. જેના કારણે ત્યાંથી બદલી મેળવવા ફરીથી પોલીસ કર્મીઓ ફરિયાદી સાથે તેમજ ઘણી વખત અગ્રણીઓ સાથે પણ ખરાબ વર્તન કરતા આવ્યા છે. જેના કારણે આ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે ફરિયાદીઓ ડરતા હોય છે. ગરીબ આદિવાસી ફરિયાદી સાથે અહીં આરોપીઓ જેવું જ વર્તન થતું હોય અહીં ફરિયાદ કરવાનું લોકો ટાળતા હોય છે.

Most Popular

To Top