વલસાડ: (Valsad) વલસાડના અબ્રામાં તાપાવાડમાં છેલ્લા બે દિવસથી ગાંડા (Mad) બનેલા બે આખલાએ (Bull) આતંક મચાવ્યો હતો. ગતરાત્રે આ આખલો એટલો તોફાની બન્યો કે લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે સ્થાનિક સભ્ય ઝાકીર પઠાણે આ અંગે સીઓને ફોન કરતા સીઓએ રાતો રાત પાલિકાની ટીમને (Municipality Team) પકડવા મોકલી આપી હતી. જો કે રાત્રે નહીં પરંતુ દિવસે આ આખલાને પાલિકાની ટીમે પકડી પાંજરે પૂર્યો હતો.
વલસાડ અબ્રામા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી તોફાની બનેલા બે આખલાએ અનેક ગાય તેમજ લોકોને ઘાયલ કર્યા હતા. જેની ફરિયાદ ચીફ ઓફિસર સંજય સોનીને મળતા તેમણે બુધવારે રાત્રે આખલાને પકડવા પાલિકાના સ્ટાફને મોકલ્યો હતો. પાલિકાનો સ્ટાફ આખલાને પકડવા પ્રયાસ કર્યા હતા. જોકે રાત્રે આખલો વાડીમાં ભરાઈ જતા પાલિકાને સફળતા મળી ન હતી. ત્યારબાદ આજે વહેલી સવારે ફરીથી પાલિકાની ટીમ આખલાને પકડવા પહોંચી ગઈ હતી ત્યારે આ આખલો જુજવા પાથરી ગામે નદીના પુલ પર હોવાનું જાણવા મળતા પાલિકાની ટીમે તેને બંને તરફથી ઘેરી પાંજરે પૂરી દીધો હતો. જેના પગલે અબ્રામાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં તોફાની બનેલા બે આખલા પૈકી એક આખલો હજુ પણ છૂટો ફરી રહ્યો છે. આ બે આખલા પૈકી એક આખલાએ ચાર ગાયને પણ ઘાયલ કરી હતી. જ્યારે અન્ય આખલાએ લોકોને ઈજા પહોંચાડી હતી.
ઉભરાટ-મરોલી રોડ પર ભૂંડ બાઈક સાથે અથડાતા પ્રેમી-પ્રેમિકાને અકસ્માત નડતા પ્રેમિકાનું મોત
નવસારી : ઉભરાટ-મરોલી રોડ પર ભૂંડ વચ્ચે આવી જતા પ્રેમી-પ્રેમિકાની બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પ્રેમિકાનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, સુરત કડોદરા વરેલી હોસ્પિટલની પાછળ નવા હળપતિવાસમાં પદમાબેન નરેશભાઈ રાઠોડ (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહેતી હતી. ગત 20મીએ પદમાબેન પ્રેમી શ્યામલભાઈ સાથે બાઈક (નં. જીજે-05-કેઈ-9415) ઉભરાટથી પરત ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ઉભરાટ-મરોલી રોડ પર માંગરોળ ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક ભૂંડ આવી શ્યામલભાઈની બાઈકના આગળના વ્હીલમાં અથડાતા શ્યામલભાઈ અને પદમાબેન રસ્તા પર પટકાયા હતા. જેમાં પદમાબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે શ્યામલભાઈને શરીરે છોલાઈ જતા ઈજા થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે આકાશભાઈ રાઠોડની ફરિયાદને આધારે મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.