વલસાડ: (Valsad) વલસાડના ગુંદલાવ હાઇવે ઉપર નોકરી ઉપર જઈ રહેલા યુવાનની બાઈક (Bike) અને ડમ્પર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત (Death) નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે (Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
- હાઇવે ઉપર ડમ્પર સાથેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનુ મોત
- મોટર સાયકલ ચાલક ભાવિનને ગંભીર ઇજા થતા એનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
- ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી છુટ્યો હતો
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામ તાલુકાના વાવ પારનેરીયા ફળીયામાં રહેતો ભાવિન ધીરુ પટેલ (ઉંવ.32) રાત્રે પોતાની મોટરસાયકલ લઈને વલસાડ નોકરી ઉપર આવી રહ્યો હતો. ગુંદલાવ બ્રિજ પહેલા મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે હંકારી લાવી મોટરસાયકલ ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મોટર સાયકલ ચાલક ભાવિનને ગંભીર ઇજા થતા એનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી છુટ્યો હતો. આ ઘટનાને લઈને હાઇવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેની જાણ પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભાવિનની લાશને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે મોકલી આપી હતી. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના તિઘરાની કોલક નદીની કોતરોમાં પડી જતાં યુવકનું મોત
વલસાડ : વલસાડ જિલ્લાના તિઘરા ગામે ઝવેરી ફાર્મની સામેથી આશરે ૩૦૦ મીટર દૂર કોલક નદીની કોતરમાં પથ્થરો પરથી અચાનક પડી જતા આશરે ૩૦ વર્ષના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ત્યાંથી યુવકને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું. મૃતકે કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. મૃતકની ઊંચાઈ ૫ ફૂટ ૫ ઈંચ, શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામવર્ણ ધરાવે છે. તેના જમણા હાથ ઉપર દિલ આકારનું છુંદણાનું નિશાન છે. આ વ્યક્તિના કોઈ વાલી વારસ મળી આવ્યા નથી, જો કોઈને એમના વાલી વારસની જાણ થાય તો પારડી પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.