વાંસદા: (Vasda) લોકસભાની ચૂંટણીના મતદાનને (Voting) હવે માત્ર ત્રણ દિવસ જ બાકી છે. જેને લઇ રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે વાંસદા ગાંધી મેદાન ખાતે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાંસદામાં ગાંધી મેદાન ખાતે સભા યોજી હતી. બોડેલી બાદ તેમણે વાંસદા કોંગ્રેસના ગઢમાં વલસાડ ઉમેદવાર ધવલ પટેલનો પ્રચાર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
વાંસદામાં જનમેદનની ને સંબોધન કરી I.N.D.I.A. ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરી કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. તથા 1998 સુધી દેશમાં આદીવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. જ્યારે અટલ બિહારી બાજપાય પ્રધાનમંત્રી બન્યા બાદ આદીવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું. નરેંદ્ર મોદીજીએ નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી છે. એમ જણાવી વલસાડ ઉમેદવાર ધવલ પટેલનો એક એક મત સીધો નરેન્દ્રભાઈ ને પહોંચશે એટલે કમળનું બટન દબાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ – ડાંગ સાંસદ ડૉ. કે.સી પટેલ, ક્લસ્ટર પ્રભારી ભરતભાઇ પંડ્યા, વલસાડ જી. પ્રભારી મહેન્દ્ર પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
અમિત શાહે વડાપ્રધાન મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આહવાન કર્યુ
દમણ: તા. 04, આગામી ૭ મી મે ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવની બેઠક પર લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના ત્રણ દિવસ પહેલા દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ શનિવારના રોજ દમણ ખાતે આવ્યા હતા. દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત જન સભામાં અમિત શાહે દેશના વડાપ્રધાનને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા સમગ્ર દેશભરની સાથે દમણ દીવ અને દાનહમાં પણ ભાજપાને જંગી બહુમતી સાથે જીતાડવા ઉપસ્થિત જન મેદનીને અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પાર્ટી તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવેલ કે એક તરફ ૧૨ લાખ કરોડના ગોટાળો કરનાર ઇન્ડીયા એલાયન્સ અને કોંગ્રેસનું ગઠબંધન છે. જયારે બીજી તરફ ૨૩ વર્ષ થી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પદ પર બેઠેલા નરેન્દ્ર મોદી પર ૨૫ પૈસાનો પણ ભ્રષ્ટાચાર નો આરોપ લાગ્યો નથી. તદ ઉપરાંત જો કદાચ ઇન્ડિયા ગઠબંધન જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
સાથે વિપક્ષ દ્વારા એક એક વર્ષના કાર્યકાળ માટે વડાપ્રધાન બનવાની જાહેરાત કરતા અમિત શાહે તેમની આ વાતને કરિયાણાની દુકાન સાથે સરખાવી હતી. નરેન્દ્ર મોદી ને ત્રીજી વખત વડાપ્રધાન બનાતાની સાથે જ દેશમાંથી આંતકવાદ સમાપ્ત, નક્શલવાદ સમાપ્ત, દુનિયાનું ત્રીજા નંબર નુ અર્થતંત્ર બનાવવા, ચાર કરોડ ગરિબ લોકો ને આવાસ યોજનાનો લાભ આપવા, ત્રણ કરોડ મહિલાઓ ને લખપતિ દીદી બનાવવાનું, ૧૦ કરોડ લોકો ને સૂર્યધન યોજના થી મફત વિજળી આપવા તથા ૧૧ કરોડ ખેડૂતો ને ૩ લાખ કરોડ રૂપિયા સીધા એકાઉન્ટ માં જમા કરાવવાની પણ તેમના ભાષણ થકી ખાત્રી આપી હતી. આ સાથે જ રામ મંદિર નિર્માણ તથા અન્ય વિવિધ અન્ય નાના મોટા મુદ્દાઓ ને લઇને પણ અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાષણના અંતે તેમણે દમણ દીવ અને દાનહ ની જનતાને ફરી એકવાર ભાજપને વિજય અપાવવા આગ્રહ કર્યો હતો.