વ્યારા: વાલોડ (Valod)તાલુકાનાં બાજીપુરા ગામે મીંઢોળા નદીનાં (Mindhola River)બ્રીજ પાસે આવેલ પુલ ફળિયાથી પસાર થતા કહેર રોડ પરથી ગત મધ્ય રાત્રીએ એલસીબીએ (LCB) રૂ. ૨,૪૯,૬૦૦નાં દારૂ ભરેલ ટ્રક કિ. રૂ. ૭,૪૯,૬૦૦ના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડયા હતા. જેમાં બોરખડીનો (Borkhadi) બુટલેગર (Bootleger) કિરણ ચૌધરી સહિતનાં બે આરોપીઓને વોન્ટેડ (wanted) જાહેર કરાયા છે. આ દારૂનો (Alcohol)જથ્થો દમણથી (Daman) વાલોડ, માંડવી તરફ જઈ રહ્યો હતો. બુટલેગર કિરણ ચૌધરી તાપી જિલ્લામાં અનેકો વખત ઝડપાઈ ચુક્યો છે પણ સ્થાનિક કક્ષાએ કોઇ નક્કર કાર્યવાહી થતી ન હોય તેનો દારૂનો ધંધો ધિકતો રહ્યો છે. સ્થાનિક પોલીસનીરહેમ નજર બની રહેતા કેટલિક વખત તો આરઆરસેલએ પણ આ કુખ્યાત બુટલેગર કિરણ ચૌધરી વિરૂધ્ધ કાર્યવાહી કરવી પડી છે.
ટ્રક ચાલાક ઝડપાઇ ગયો હતો
દમણથી આવતી આ દારૂની ટ્રકને પકડી મધ્યરાત્રીએ પોલીસે છાટકુ ગોઠવ્યુ હતુ. જેમાં ટ્રક ઝડપાઈ ગઈ હતી. પકડાયેલ ટ્રક ચાલકે પોતાનુ નામ શૈલેષ મંગુભાઇ ગામીત જણાવ્યુ હતુ. તેની પાસે દારૂના હેરાફેરીની કોઇ પાસ પરમીટ પણ ન હતી. પુછપરછ કરતા દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી કહેર રોડ ઉપર આશરે ૫૦૦ મીટરના અંતરે હાઇવે બ્રીજ પાસે ઉભેલ વિમલ સન્મુખભાઇ ચૌધરી પાસે લઈ જવાનું કહેતા તેને સાથે રાખી વિમલ સન્મુખભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો.
દારૂનો જથ્થો દમણથી લઇ આવવામાં આવ્યો હતો
ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ- બીયરની નાનીમોટી બોટલો/ટીન કુલ ૨૪૭૨ કિં.રૂ. ૨,૪૯,૬૦૦નો પ્રોહી. મુદ્દામાલ તથા ટ્રકની કિં. રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૭,૪૯,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. મુદ્દામાલ સાથે પકડાયેલ શૈલેષ મંગુભાઇ ગામીતને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કયા રસ્તે થઇ કોને આપવાનો હતો ? તે અંગેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દમણથી ચેતન શંકરભાઇ પટેલએ ટ્રકમાં ભરી, દારૂ ભરેલ ટ્રક દમણ કોસ્ટલ હાઇવે પર આપતા દમણથી નીકળી, વાપી, ધરમપુર, રાનકુવા, અનાવલ થઇ વાલોડ હાઇવે બ્રીજ પાસે ઉભેલ વિમલ સન્મુખભાઇ ચૌધરીને સાથે લઇ તે કહે તેમ આગળ જવાની હતી. વિમલ ચૌધરીએ આ ઇંગ્લીશ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર કિરણ મણીલાલ ચૌધરીએ મંગાવ્યાનું જણાવ્યુ હતુ. તેના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો ભરેલ ટ્રક માંડવી પુલ પર જઇ તેને ફોન કરવા જણાવેલ પરંતુ તે પહેલા દારૂ પકડાઇ ગયો હતો.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ઓલપાડના ખોસડીયામાં ત્રાટકી
દેલાડ:ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગર પોલીસે ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારના નાના ખોસડીયા ગામેથી રૂ.૨.૧૫ લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને દબોચી લીધો છે. જયારે પોલીસે રૂ.૨.૮૦ લાખ મુદ્દામાલ કબજે લઈ ગુનામાં સંડોવાયેલ અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.ગાંધીનગર પોલીસ ટીમ ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી.તે સમયે સાંજના સુમારે વિજિલન્સ ટીમે બાતમીને આધારે છાપો માર્યો હતો