Gujarat

વડોદરાના અલકાપુરી ગરનાળા નીચે ભીષણ આગ, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચતા દોડધામ

વડોદરાના (Vadodra) અલકાપુર ગરનાળામાં બુધવાર બપોર બાદ અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી પહોંચી ગઈ હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. આગના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના (Railway Station) પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી.

રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.

અલકાપુર ગરનાળામાં બુધવાર બપોર બાદ અચાનક આગ ફાટી નિકળી હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો આગની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા. વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Most Popular

To Top