વડોદરા: દેશવાસીઓ જે મહત્વપૂર્ણ સમયની રાહ જોઈ રહ્યા હતા.તે આવી ગયો હશે આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના કપાટ ખોલી રામલલ્લાના દર્શનની શરૂઆત કરાવશે.ત્યારે આ ઐતિહાસિક ઘડીની સાક્ષી વડોદરાના યુવાન સ્વેજલ વ્યાસની ટીમ બનશે.
આખરે આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરના કપાટ ખુલશે.દેશના વડાપ્રધાન મોદી રામલલ્લાના દર્શનની શરૂઆત કરાવશે.
ત્યારે આ અંગે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે તા. 22 મી જાન્યુઆરી 2024 ના રોજ દેશના વડાપ્રધાન અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે શ્રી રામ લલ્લાના દર્શનની શરૂઆત કરાવવાના છે અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની ઘણી બધી જવાબદારીઓમાંથી એક વિશેષ જવાબદારી એટલે કે સુશોભનની જવાબદારીએ વડોદરા શહેરના પનોતા પુત્ર જેમણે ભૂતકાળમાં બદ્રીનાથ અને કેદારનાથમાં સેવા આપેલી છે.એવા સેજલ વ્યાસે અને તેમની ટીમે આ જવાબદારી સ્વીકારી છે એમના મિત્ર મંડળ એમના મિત્ર વર્તુળને સાથે રાખીને એક સરસ મજાના સુશોભનનું કાર્ય થાય એ પ્રકારનો એમનો પ્રયત્ન છે.
જાહેર જનતાએ ધાર્યું નહીં હોય કે તેના કરતાં વિશાળ મંદિર બની રહ્યું છે
22 જાન્યુઆરી 2024 ના દિવસે અયોધ્યા મંદિરનો ફૂલોથી શણગાર કરવાનો હોવાથી તેની તૈયારીના ભાગરૂપે અયોધ્યા મંદિરની રૂબરૂ મુલાકાત લઈ પ્રત્યક્ષ નિહાળી નાનામાં નાની માહિતી મેળવી છે અને ભવ્યમાં ભવ્ય શણગાર કરવાની તૈયારીઓ ચાલુ કરી છે.ગણતરીના દિવસો બાકી છે અને આજ સુધી આખા વિશ્વમાં આટલું સુંદર અને આટલું મોટું મંદિર જોયું નહીં હોય તે મંદિર શણગારવા હજારો કારીગરો એક સાથે અલગ અલગ કાર્ય કરશે.જાહેર જનતાએ ધાર્યું નહીં હોય કે તેના કરતાં વિશાળ મંદિર બની રહ્યું છે. – સ્વેજલ વ્યાસ, ટીમ વડોદરા