Vadodara

વડોદરા: સુરતથી યુવતી નોકરી માટે કિંગ થાઇ સ્પામાં આવતા દુષ્કર્મની ભોગ બની

વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં સ્પા (Spa) સેન્ટરના સંચાલકે નોકરી કરવા માટે યુવતીને વડોદરા બોલાવ્યા બાદ રાત્રે તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. જોકે પોલીસે સંચાલક અને બે મેનેજરની ગણતરીના કલાકોજમાં ધરપકડ (Arrest) કરી છે. મૂળ નાગાલેન્ડની યુવતીએ પોલીસ (Police) ફરિયાદ જણાવ્યું હતું કે, તે હાલ સુરત ખાતે તેના ફિયાન્સ સાથે રહે છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા કિંગ થાઇ સ્પા સેન્ટરમાં નોકરી માટેની જાહેરાત આવી હોવાથી મેેં સ્પા સંચાલકનો સંપર્ક કર્યો હતો. જેના માટે તેમઈ બે દિવસ પહેલા વડોદરા આવી સ્પાના સંચાલક પૃથ્વીસિંહ રાણાને મળી હતી.

  • ઓનલાઇન સંપર્ક કરતા નોકરીને બહાને બોલાવી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું

સંચાલકે તેને રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ પણ આપ્યો હતો અને કામ જોઇને પછી પગાર આપવાનુ નક્કી કર્યું હતું.ગત 1 ઓક્ટોબરના રોજ પીડિતા નોકરી પર ચઢી હતી, જે બાદ બીજા દિવસ મધરાતે તે રૂમમાં હતી ત્યારે તેને ભૂખ લાગતા મેનેજરને મેસેજથી જાણ કરી હતી. થોડીવારમાં મેનેજર વિજય સોલંકી અને મિત પરમાર આવ્યાં હતા અને તેમની સાથે સ્પાનો સંચાલક પૃથ્વીસિંહ પણ આવ્યો હતો. પૃથ્વીએ યુવતી પર બળબજરી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ત્યાં હાજર બન્ને મેનેજરે દરવાજો બંધ કરી દીધો હતો.

પૃથ્વીસિહ ત્યારબાદ તેને બીજી રૂમમાં લઈ પૃથ્વીએ બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને કોઇને કહીશો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા હિંમત આપી હતી. ત્યારબાદ એક્શનમાં આવેલી સયાજીગંજ પોલીસે સ્પાના સંચાલક પૃથ્વીસિંહ ઘનશ્યામસિંહ રાણા (ગાયત્રી ટેનામેન્ટ, સમસાવલી રોડ),વિજય ચંદુભાઈ સોલંકી (વાલ્મિકી સોસાયટી ગોરવા મૂળ રહે સરસવની પાદરા),મિત યોગેશભાઈ પરમાર (તુર્કી સ્પા, જેતલપુર રોડ, મૂળ વિરમગામ) ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.બોક્સ – યુવતીનું મેડિકલ કરાવાયું, પુરાવા એકત્રીત કરવાની કાર્યવાહી ચાલુ છેઅલકાપુરીના કિંગ સ્પાના સંચાલક દ્વારા નોકરી પર આવેલી યુવતી પર દુષ્કર્મ ગજાર્યું હતું. જેમાં બે મેનેજર દ્વારા મદદ ગારી કરી હતી.જેથી સ્પા સંચાલક સહિતના ત્રણેયને તેમના ઘરેથી રાઉન્ડ અપ કરી લીધા છે. જ્યારે યુવતીનું પણ મેડિકલ કરાવી ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રીત કરવાની કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top