વડોદરા: સોશિયડ માડિયા (Social Media) પર ચેટિંગ કરીને મોબાઇલ નંબર મેેળવ્યા બાદ વીડિયો કોલ (Video call) કરીને નગ્ન યુવતી સાથે વીડીયો કોલનું સ્ક્રિનિં રેકોર્ડિંગ (Screen Recording) કરીને ઠગો વીડિયો બનાવી લેતા હોય છે. બાદમાં બીભત્સ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવકોને બ્લેક મેઇલ કરીને રૂપિયા પડાવવતી ટોળકીને બે શખ્સોને રાજસ્થાનનથી (Rajasthan) સાઇબર સેલે ઝડપી પાડ્યા છે. બંને વડોદરા (Vadodara) લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા શહેરમાં રહેતો યુવક ન્યૂડ વીડિયો કોલિંગથી ફ્રોડ કરતી ટોળકીનો શિકાર બન્યો છે. 28 નવેમ્બરના રોજ યુવક પર એક સોશિયલ માડિયા પરથી અદિતી અગ્રવાલના નામથી રિકવેસ્ટ આવી હતી જે યુવકે એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદે બંને વચ્ચે ચેટિંગથી વાત શરૂ કર્યા બાદ યુવકનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ યુવતીએ તેના મોબાઇલ પરથી યુવકને વીડિયો કોલ કર્યો હતો જે યુવકે ઉપાડતા સામે એક યુવતી નગ્ન હાલતમાં હતી. જેથી ઠગે વીડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કરીને વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો તેને નંબર મોકલ્યા બાદ ઠગોએ યુવક સાથે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયાની માગણી કરી હતી.
દરમિયાન યુવકે બદનામીના ડરથી ઓનલાઇન દ્વારા 3.33 લાખ ટ્રાન્સફર કરાલી લીધા હતા. ઉપરાંત ઠગોએ યુવકને ફોન પર સીબીઆઇ ઓફિસ તરીકેની ખોટી ઓળખ આપી તેની સામે કેસ કરવાની ધમકી પણ આપી હતી. જેથી યુવકે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સાઇબર ક્રાઇમની ટીમના પી આઇ બી એન પટેલે ટેકનિકલ અને હ્યમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ઠગો રાજસ્થાનના હોવાની માહિતી મળી હતી.
જેથી સાઇબર સેલની એક ટીમ રાજસ્થાન રવાની કરી હતી. પોલીસે રાજસ્થાનમાંથી ન્યૂડ કોલ કરી ઠગાઇ કરતા બે શખ્સો સાજીદખાન જાહુલખા અને માજીદખાન જાહુલખા( બંને રહે. કોટ ગામ મેલ મોહલ્લા તેસીસ મંડાવર જિ.દૌસા રાજસ્થાન) ઝડપી પાડ્યા હતા. તેમની વડોદરા લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.