Gujarat

ભોજનમાંથી વંદો નીકળ્યાની વાલીએ ફરિયાદ કરી તો વડોદરાની સ્કૂલે વિદ્યાર્થીઓને કાઢી મુક્યા

વડોદરા: વડોદરામાં (Vadodara) ખુલ્લેઆમ શાળાની (School) દાદાગીરી અને ખરાબ ભોજન (Food) વ્યવસ્થાને લઈને વાલીઓ (Parents) વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્કૂલએ બે વિદ્યાર્થીનું LC ઘરે મોકલી દેતા વિવાદ વધ્યો હતો. વડોદરાની અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની (American School of Baroda) દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. વાલીએ ખાવામાં વંદો નીકળતા વાલીએ ફેસબુક પર કૉમેન્ટ કરી હતી. ત્યાર બાદ શાળા અને વાલી વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.

  • વડોદરાની એક સ્કૂલની દાદાગીરી સામે આવી
  • વાલી દ્વારા ખરાબ ભોજનની કૉમેન્ટ ફેસબૂક કરતા શાળા સંચાલકોએ દાદાગીરી કરી
  • નોટિસ વગર શાળાએ બે વિદ્યાર્થીના LC ઘરે મોકલી દીધા
  • LC ઘરે મોકલી દેતાં વાલીઓમાં રોષ
  • વાલીઓ દ્વારા એસોસિએશનની બહાર વિરોધ પ્રદર્શન
  • વિરોધ પ્રદર્શન કરતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી
  • એસોસિએશનની બહાર શાળાની માન્યતા રદ્દ ના સૂત્રોચ્ચાર વાલીઓએ લગાવ્યા

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરની આજવા-નિમેટા રોડ પર અમેરિકન સ્કૂલ ઓફ બરોડા આવેલી છે. શાળાના વાલીઓએ ખરાબ ભોજન અંગે ફેસબુક પર કૉમેન્ટ કરી હતી. ભોજનમાં વંદો નીકળવાની ફરિયાદ કરતા શાળાએ બદલો લેવા માટે વિદ્યાર્થીઓના ઘરે LC મોકલી દીધી હતી. અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ દાદાગીરી કરીને નર્સરીની બાળકી અને ધોરણ-7ના વિદ્યાર્થીનું LC ઘરે મોકલાવી દીધું હતું. LC ઘરે મોકલી દેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા હતા.

વાલીઓના વિરોધના પગલે શાળાએ પોલીસ બોલાવી
અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ દાદાગીરી કરી કોઈ પણ નોટિસ વિના વિદ્યાર્થીઓના LC મોકલી દીધા હતા. જેના પગલે અન્ય વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ વાલીઓ દ્વારા એસોસિએશન દ્વારા સ્કૂલની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. વાલીઓ દ્વારા નોટિસ વગર LC આપવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીની પણ કરવામાં આવી છે. આ સાથે જ વાલીઓના વિરોધના પગલે શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી.

DEOને ફરિયાદ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરાઈ
વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવતા શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ વાલીઓ દ્વારા એસોસિએશનની બહાર ‘અમેરિકન સ્કૂલ ઓફ બરોડાની માન્યતા રદ્દ કરો’ના સૂત્રોચ્ચાર પણ કર્યા. વાલીઓનું કહેવું છે કે, આ મામલે  DEOને ફરિયાદ કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

Most Popular

To Top