વડોદરા: ઘર આંગણે કાર પાર્ક કરતા જ્વેલર્સ સાથે વાતચીત કરવાના બહાને ૪ ઇસમોએ લૂંટનો પ્રયાસ કરતા એક લૂંટારૂએ દેશી બનાવટના તમંચામાંથી ફાયરિંગ કરીને જવેલર્સના પગમાં ઇજા પહોચાડી હતી. જોકે લૂંટારૂઓ લુંટમાં નિષ્ફળ થતા જ બે બાઇક પર નાસી છુટયા હતા. શહેરમાં હત્યા, બળાત્કાર, લૂંટ અને દારૂ જુગારના ગુના જેટ ગતિએ વધી રહ્યા છે. પોલીસની સદંતર નિષ્ફળ કામગીરીથી ગુંડાતત્વો બેખૌફ ગુનાને જાહેરમાં અંજામ આપતા અચકાતા નથી. આજે ગંભીર ગુનાખોરીનો વધ એક બનાવ નિઝામપુરાની આશીયાના સોસાયાટીમાં જ બન્યો હતો.
મકાન નં. એ-૩રમાં રહેતા ભાવેશ ભરતભાઇ સોની છાણી ગામમાં શ્રીઅંબે જવેલર્સમાં સોના ચાંદીનો વેપાર કરે છે. રાબેતા મુજબ રાત્રે ૯.૩૦ કલાકે દુકાન બંધ કરીને તાપી હોટલમાંથી જમવાનુ પાર્સલ લીધુ હતુ. અને કારમાં બેસીને ઘર આંગણે આવી પાર્ક કરતા હતા. એકા એક બે માસ્ક ધારી ઇસમો દોડી આવ્યા હતા ને સાબજી સાબજી કહીને વાતચીતનો દોર સાંધવાના બહાને નજીક આવ્યા હતા. ભાવેશભાઇ કઇ સમજે તે પૂર્વે તેમના હિસાબ કિતાબ ભરેલો થેલો ખેંચવાનો પ્રયાસ કરતા જ જવેલર્સનો લૂંટારૂના કરતુતની ગંધ આવી ગઇ હોય તેમ હાથમાં રહેલા જમવાના પાર્સલની થેલી લૂંટારૂઓને ઝીંકી દેતા ઝપાઝપી થઇ હતી.
અંધકારમાંથી એકાએક અન્ય બે સાગરીતે પણ ધસી આવ્યા હતા. શોરબકોરના પગલે ગણતરીની પડોમાં સોસાયટીના રહીશો દોડી આવતા ફફળી ઉઠેલા ૧ લૂંટારૂઓઅુે તુરંત તુેના ખિસ્સામાંથી કાળા કલરની પિસ્તોલ રીવોલ્વર જવા અગ્નિશસ્ત્રથી ફાયરીંગ કર્યુ હતુ. ધડાકાભેર છુટેલી ગોળી ભાવેશના પગના ઘુંટણના નીચે ઘસાઇને નીકળી જતા લોહી નિકળતુ નિહાળી ૪ અજાણ્યા લૂટારૂ ત્રણ સવારી બાઇક પર ફરાર થઇ ગયા હતા. જયારે ચોથો બાઇક લઇને કયા નાસી છૂટયો તે ભાવેશભાઇ જોઇ ના શક્યા. બનાવની જાણ તુરંત ફતેગંજ પોલીસને કરાઇ હતી. ઇજાગ્રસ્ત જવેલર્સને તરંત તેમના પરિવારોનો ખાનગી હોસ્પિટલમા લઇને સારવાર કરાવી હતી. પોલીસને ફરીયાદ આધારે ૪ અજાણ્યા લુટારૂઓ વિરુદ્ધ લૂંટનો પ્રયાસ અને આર્મસ એક્ટ હેઠળ ફરીયાદ નોંધીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.