Vadodara

વડોદરામાં બે સંતાનની 32 વર્ષીય માતા પર 23 વિધર્મી યુવકે દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા: વડોદરામાં (Vadodara) 32 વર્ષીય મહિલા પર દુષ્કર્મ (Rape) ગુજાર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય બે સંતાનની માતા છાણી સોખડા રોડ પર મંદિરે ગઇ હતી ત્યારે તેના ઘર પાસે રહેતો 23 વર્ષીય વિધર્મી યુવકે મેરી ગાડી કે પીછો બેઠ જા વરના તે વીડિયો વાઇરલ દૂંગા તેમ કહી બેસાડી અવાવરુ ખેતરમાં લઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) ગણતરીના કલાકોમાં યુવકની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય પરીણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 12 ડિસેમ્બરના રોજ તેઓ છાણીસોખડા રોડ પર મંદિર દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના વિસ્તારમાં મકાન નજીક રહેતો 23 વર્ષીય યુવક આમીરખાન મહેદીહુસેન પઠાણ તેને ઓળખતો હોય મારી પાસે આવ્યો હતો અને હિન્દીમાં મેરી ગાડી કે પીછો બેઠજા નહીત મે તેરા વીડિયો વાઇરલ કરદુંગા તેમ કહી યુવતીએ પીછો કર્યો હતો. જેથી ડરી ગયેલી યુવતીને જબરદસ્તી છાણી વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.

બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને છોડીને ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી હતી.છાણી પોલીસ દ્વારા યુવતી અને દુષ્કર્મ ગુજારનાર યુવકના મેડિકલ કરાવાયું હતું.ઉપરાંત યુવતીનું 164 મુજબનુ નિવેદન લીધા હતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવી છે.

Most Popular

To Top