Vadodara

વડોદરા શહેરમાં પોલીસની નવી પહેલ, મહિલાઓની સુરક્ષા અર્થે FIR નોંધ્યા વગર મદદ કરાશે

વડોદરા: સુરતમાં ઘટિત ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાતમાં (Gujarat) અનેક એવી ઘટનાઓ બની છે. આ પછી તૃષા સોલંકી હત્યા કેસથી વડોદરામાં (Vadodara) ચકચાર મચી ગયો છે. આ બધી ઘટનાઓ થયા બાદ મહિલાઓની સુરક્ષા (Protection of women) પર સવાલ ઊભા થયા છે. શું ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ સુરક્ષિત છે? આ અંગે વડોદરા પોલીસે (Police) નવી પહેલ કરી છે. આ યોજના હેઠળ જો કોઇ યુવતીને તેનો પૂર્વ બોયફ્રેન્ડ કે અન્ય યુવક પરેશાન કરતો હોય અને યુવતી પોલીસમાં ફરિયાદ કર્યાં વિના જ પોલીસની મદદ તેમજ કાઉન્સેલિંગ ઇચ્છતી હોય તો તે વિના સંકોચે પોલીસ તેમજ શી ટીમનો સંપર્ક કરી શકે છે. તેમણે યુવતીઓ અને મહિલાઓ માટે SHE એપ બનાવી છે.

  • શી ટીમ ગુડ ટચ-બેડ ટચની ટ્રેનિંગ આપી તમામ પ્રકારની મદદ કરશે
  • FIR નોંધ્યા વગર મદદ અને કાઉન્સેલિંગ કરાશે
  • 7434888100 હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાશે

આ મુદ્દે વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેર સિંઘે કહ્યુ હતું કે યુવતીઓની ઘણી એવી સમસ્યાઓ હોય છે કે જે તેઓ કોઇને પણ કહેતા અચકાતી હોય છે. પછી ભલેને એ લવ અફેર હોય કે તેમને કોઇ હેરાન કરતો હોય, તેઓ તેમને થતી પ્રોબલેમ કોઇને પણ જણાવવામાં સંકોચ અનુભવતી હોય છે. આ બધી જ મુશ્કેલીઓના હલ માટે શી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ મહિલઓને તેમની સ્વરક્ષા માટેની પણ તાલીમ આપશે. વધુમાં ‘જિંદગી’ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જો કોઇ મહિલા કે યુવતી માનસિક તાણથી પીડાતી હોય તો તેમને કાઉન્સેલિંગની પણ સગવડ પૂરી પાડવામાં આવશે. આ માટેનો હેલ્પલાઇન નંબર 7434888100 છે. તેઓ કોઇ પણ પ્રકારનો સંકોચ કર્યા વિના આ નંબર પર ફોન કરી શકે છે.

આજકાલ એવુ વધારે જોવામાં આવ્યુ છે કે યુવતીઓ મોટેભાગે લવ અફેરને કારણે જ મુશ્કેલીમાં મુકાતી હોય છે. તેમની જિેદગીમાં પર્સનલ પ્રોબલેમ પણ હોય છે, છતા તેઓ પોલીસનો સંપર્ક કરતી નથી. આ અંગે વડોદરાના પોલીસ કમિશનરે નિવેદન કરતા કહ્યુ છે કે યુવતીઓને કોઇપણ પ્રકારની પર્સનલ તકલીફ હોય અથવા કોઇ છોકરા હેરાન કરતા હોય તે એ શી ટીમના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે છે. તેમ છતા શી ટીમની એપ પણ છે. શી ટીમ તે જગ્યા પર પહોંચશે અને તેમની તમામ પ્રકારની મદદ કરવાના પૂરતા પ્રયત્નો પણ કરશે. જેઓ ફોન ન કરી શકે તેઓ એપ પર પણ વિગત મોકલી શકે છે. તેમણે એમ પણ કહ્યુ કે કેટલાક કેસમાં યુવતીઓ ફરિયાદ નહી નોધાવા ઇચ્છતી હોય છે તો પણ તેમને મદદ કરવામાં આવશે.

Most Popular

To Top