વડોદરા: પાદરાથી વડોદરા (Vadodara) એસ. ટી. બસ દ્વારા અપડાઉન કરી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની (Student) એક યુવકે બસમાં જ છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બસમાં ભીડનો લાભ લઇ યુવકે યુવતીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ યુવતીએ બહાદુરી દાખવી 181 અભયમ (181 Abhayam) મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી મદદ માફી હતી. તેમજ યુવક વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. જેથી અભયમ રેસ્ક્યું ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી યુવકને પકડી સબક શીખ વળ્યા બાદ પાદરા પોલીસ (Police) સ્ટેશનમાં આરોપીને રજૂ કરાયો હતો.
- અભયમની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી યુવકને સબક શીખવાડી પોલીસને આપ્યો
- બસમાં ગીરદીનો લાભ લઇ યુવકે વિદ્યાર્થિની સાથે છેડતી કરી
મળતી માહિતી મુજબ માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની નામે યુવતી પાદરાથી વડોદરા અપડાઉન કરે છે. આ બસમા અન્ય એક યુવાન તેનો પીછો કરી તેની આજુબાજુ રહી શરીરને સ્પર્શ થાય તે રીત ઉભો રહેતો હતો. યુવક જાણી બુઝી યુવતીના શારીરિક અડપલાં કરતો હતો. આ બાબતે વિદ્યાર્થીનીએ યુવકને દૂર રહેવા જણાવ્યું પણ હતું પરતું યુવાન તેની હરકતોથી વાજ આવ્યો નહોતો અને તેનો પીછો છોડતો ન હતો.
ગત રોજ એસ.ટી બસ માંગીરડીનો લાભ લઇ વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટસમા દબાણ કરતા તેણી હેબતાઈ ગઈ હતી અને મદદ માટે 181 મહિલા હેલ્પ લાઈન મા કોલ કર્યો. અભયમ રેસકયું ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવક ને દબોચી લીધો હતો. જાણવા મળ્યા મુજબ યુવક યુ. પી નો વતની છે અને સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. યુવતી ઘણી ડરી ગઈ હોવાથી હવે પછી પણ હેરાનગતિ ના કરે કાયમી રક્ષણ મળી રહે અને તેને ગુનાની સજા થાય તે માટે પાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.