વડોદરા: આગામી 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) વડોદરાની (Vadodara) મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં જેમ ઘરોની સાફ સફાઈ અને નવા રંગ રોગાણ કરવામાં આવે છે તેમ શહેરમાં પણ રંગ રોગાણ અને સાફ સફાઈ અભિયાન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
- શહેરના મુખ્ય માર્ગો ઉપરના ડિવાઈડર ઉપર નવા રંગ રોગાણની કામગીરી ચાલુ
- આખા શહેરમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો મહૉલ જોવા મળી રહ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે વડોદરા શહેરના મહેમાન બની રહ્યા છે. આગામી 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન વડોદરા ખાતે આવી સભા સંબોધિત કરશે. ત્યારે હાલમાં તેઓના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જો કે હાલ સુધી કયા મેદાનમાં મોદી સભા સંબોધિત કરશે તે નક્કી નથી પરંતુ તેઓના આગમ પૂર્વે શહેરની સજાવટ શરુ થઇ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરના ડિવાઈડર ઉપર નવા રંગ રોગાણ કરવામાં આવી રહ્યા છે. તો શહેરમાં સફાઈ અભિયાન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવી નવી લાઈટો અને રોશની કરવાનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ટૂંકમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો મહૉલ જોવા મળી રહ્યો છે. અને શહેરીજનો તો એમ જ ઈચ્છી રહ્યા છે કે સમયાંતરે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવે તો શહેર આખું સાચા અર્થમાં સ્માર્ટ સીટી બની જાય
મહિલા કાર્યકરો શબરીની માફક વડાપ્રધાનની રાહ જોઈ રહી છે. લોકસભા તેમજ રાજ્ય સભામાં તાજેતરમાં જ મહિલા આરક્ષણનું બિલ પાસ થયું છે. ત્યારે મહિલા કાર્યકરોમાં અનેરો આનંદ છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે જશે અને તેઓની સહી બાદ નિયમ બની જશે. મહિલાઓ આ બિલને આવકારવા આતુર છે ત્યારે તાજેતરમાં જ મહિલા કાર્યકરોની એક બેઠકમાં સર્વોચ્ચ પડે બેઠેલા મહિલા આગેવાનોએ અન્ય મહિલાઓને સંબોધતા એમ જણાવ્યું હતું કે આપણે સહુ શબરીની જેમ છે. અને આપણે વડાપ્રધાનને આવકારવાના છે. ત્યારે મહિલાઓ હાલ વડાપ્રધાનની આગતા સ્વાગતા માટે શબરીની માફક રાહ જોઈ રહી છે.