વડોદરા: આગામી વર્ષે ચૂંટણીને (Election) કારણે ભારતીય રાજકારણ કોઇને કોઇ કારણસર ગરમાઇ રહ્યું છે. હાલ વડોદરાના (Vadodara) ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) ના 36 કોર્પોરેટરોને નોટિસ (Notice) પાઠવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ નોટિસ આઠ વર્ષ પૂર્વે ડભોઇની મધ્યમાં આવેલ તળાવના બ્યુટીફીકેશન પ્રોજેકટમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાના પગલે એ સમયના ભાજપ કોંગ્રેસ સહિત 36 સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે.
ડભોઇની મધ્ય માં આવેલ તળાવ કે જે તળાવ નું 50 લાખ રૂપિયા ના ખર્ચે બ્યુટીફીકેશન કરવા મંજૂરી મળી હતી. જેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું હતું પરંતુ રાજકીય કાવા દાવા વચ્ચે તળાવ બ્યુટીફીકેશન નું કામ અટકી પડ્યું હતું.જે કામ પૂરું ન થયું હોવા છતાં કામ ન 39 લાખ રૂપિયા ના બિલ ની ચુકવણી કારવમાં આવી હતી.આ બાબતે ડભોઇ ના જાગૃત નાગરિક દ્વારા આ અંગે ની અરજી રાજ્ય ના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ માં કરવામાં આવી હતી.
જે અરજી ના આધારે સરકાર દ્વારા કાર્યવાહી રૂપે તપાસ શરૂ કરતાં જેતે સમયના કોર્પોરેટરો તેમજ અધિકારીઓ, એન્જીનીયર તથા કોન્ટ્રાક્ટર સહિત ના લોકો નો ખુલાસો માંગતા અત્રે ના ચીફ ઓફિસર જયકીશન તડવી દ્વારા તમામ જવાબદારો ને આ અંગે નોટિસ પાઠવી ત્રણ દિવસ માં ખુલાસો માંગ્યો હતો.જે ખુલાસો આગામી દિવસો માં તપાસ અધિકારી ને સોંપવામાં આવશે જેના આધારે આગળ ની કાર્યવાહી કરવામાં આવશેસાથે જ ડભોઇ નગર ની મધ્ય માં આવેલ તળાવ બ્યુટીફીકેશન ના કામ માં ભીનું સંકેલી સરકાર તેમજ પ્રજા ના પૈસા નું વ્યય કરી આર્થિક લાભ મેળવ્યા હશે તેવા સભ્યો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે તેમ નોટિસ માં જણાવવા માં આવ્યું છે.