વડોદરા: વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad) કાર્યકર્તાઓની બસનો અમદાવાદમાં (Ahmedabad) વિધર્મીઓ દ્વારા ઘેરાઓ કરવામાં આવતા વડોદરા (Vadodara) વીએચપીના (VHP) કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. તો બીજી તરફ શ્રી રામના નારા પસંદ નથી તો અમને પણ અઝાન પસંદ નથી તેવા કટાક્ષ ભર્યા શબ્દોમાં શહેર પ્રમુખે નારાજગી દર્શાવી હતી.
અમદાવાદ કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોર્ય યાત્રાનો સમાપન દિવસ હોઈ રાજ્ય સહિત વડોદરા શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં બસો મારફતે કાર્યકરો અમદાવાદ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વડોદરાના કરજણની એક બસમાં નાની વયના અને વડીલ કાર્યકરો હોઈ જય શ્રી રામના નારા અને ભજન કીર્તન કરી રહ્યા હતા. ત્યારે જમાલપુર પાસે તેમની બસને વિધર્મીઓએ અટકાવી હતી. અને જોત જોતામાં ટોળાં ઉમટ્યા હતા. જોકે સમયસર પોલીસ ન પહોંચી હોત તો કદાચ ગોધરા હત્યાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. શૌર્ય જાગરણ યાત્રા ના સમાપન સમારોહમાં વડોદરા શહેર જિલ્લામાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની અંદાજીત 16 બસો અમદાવાદ ગઈ હતી.
જ્યાંથી પરત ફરતા જમાલપુર વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા કરજણની છેલ્લી બસને રોકવામાં આવી હતી. જે સમયે આ બસને રોકવામાં આવી તે વખતે કાર્યકર્તાઓ બસમાં હનુમાન ચાલીસાના સામુહિક પાઠ કરી રહ્યા હતા. ઘટના બનતા પોલીસે સમયસર પહોંચી બસને વિધર્મીઓના ઘેરાઓથી મુક્ત કરાવી હતી.આ ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અત્રે મહત્વની બાબત તો એ છે કે હાલ હિંદુ ધર્મના પવિત્ર તહેવારોને શરૂઆત થઈ ચૂકી છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. ત્યારે તે પૂર્વે વધુ એક વખત આવી ઘટનાઓ બનતા રાજ્ય સહિત વડોદરા શહેર જિલ્લાની પણ શાંતિ ડહોળવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.ત્યારે આ બાબતે પોલીસ વિભાગ સતત બની આવા સમાજ વિરોધી તત્વોને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.
સમગ્ર રાજ્યભરમાંથી બસો આવી હતી અને કાર્યકરો હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જય શ્રી રામ ના નારા રામધૂન હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન કીર્તન નો કાર્યક્રમ ચાલતો હોય કોઈ એક વિસ્તારમાં નહીં પણ સમગ્ર રોડ ઉપર હાઇવે પર પણ આ વાગતું હતું. વડોદરા ની જિલ્લા સાથેની 12-13 બસ હતી અને વડોદરા મહાનગરની બસો નીકળી ગઈ અને એમાં અડધો પોણો કલાક પછી કરજણ ની બસ નીકળી અને તેને ટાર્ગેટ કરીને ચોકડી ઉપર એક વિધર્મી એકટીવા ઉપર આવી અને બસ રોકી હતી અમે કહ્યું કે અમે તમને કશું બોલ્યા નથી. અમે તો અમારા જે નારા છે એ લગાવી રહ્યા છે તમારા ધર્મ વિશે કશું બોલ્યા નથી.
તો એટલામાં તો થોડીક જ વારમાં પ્રી પ્લાન હોય તે રીતે 50 જેટલા લોકો ભેગા થઈ ગયા અને આ અમારી સ્કૂલ બસ હતી. નાના નાના કાર્યકર્તાઓ હતા મોટા વડીલો ખૂબ જ ઓછા હતા. અમુક બધા આગળ નીકળી ગયા હતા. એટલે સમય સૂચકતા ને જોઈને ત્યાં એક પોલીસ ઉભી હતી વધારે ઘર્ષણ ન થાય અને પૂરો મામલો થાળે પાડ્યો હતો. પ્રાંત આપણા કાર્યકર્તાઓ વિડીયો ઉતારી રહ્યા હતા તો વિડીયો કેમ ઉતારે છે. એમ લઈને તેઓ કાર્યકર્તા ઉપર હાવી થવા જઈ રહ્યા હતા. કે અમે આહવાન કર્યું છે આ મામલે અને જિંદગી પણ આપી છે કે જો આને લઈને તે લોકોને અમારી રામધૂન અને જય શ્રી રામના નારા પસંદ નથી તો અમને પણ એ લોકોની હજાન પસંદ નથી તો અમે તરસાલીમાંથી શરૂઆત કરી છે તો એ લોકોની અઝાનનો અવાજ અમારા હિન્દુ વિસ્તારમાં આવવો ન જોઈએ આગામી જેમ જેમ અમારી ટીમમાં કામ કરશે એમ દરેક વિસ્તારમાં આ લાગુ કરીશું : કેતનભાઇ ત્રિવેદી, પ્રમુખ વડોદરા મહાનગર