Vadodara

વડોદરામાં મહી નદી ગાંડીતૂર, અનેક ગામો પૂરના સંકટમાં મૂકાયા

વડોદરા: વડોદરા (Vadodara) શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતી મહીસાગર (Mahisagar) નદીમાં 16 મીટર થી વધુ પાણીની સપાટી થઈ જતાં પૂરની (Flood) પરિસ્થિતિ સર્જાય છે. જેથી કોર્પોરેશનના રાયકા દોડકા વોટર પ્લાન્ટ અને સિંધ રોડ પાણી યોજનાના 16 પંપ બંધ કરી દેવાને કારણે રોજનું 5.49 કરોડ ગેલન અને 25 કરોડ લિટર પાણીની ઘટ પડી છે. જેથી ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તારીખ 21 મી સુધી પાણીનો કકળાટ સર્જાશે. મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી (Kadana Dam) પાણીનો જથ્થો છોડવામાં આવતા ગઈકાલે સવારે મહીસાગર નદીની સપાટી આઠ પોઇન્ટ આઠ મીટર હતી. તે વધીને ગઈ રાત્રે 18 મીટર સુધી પહોંચી હતી. જેથી અરબી ડિટીમાં વધારો થયો હતો.

કડાણા ડેમમાંથી ગઈકાલે વહેલી સવારથી પાણીનો જથ્થો મહીસાગર નદીમાં ઠાલવવામાં આવતા સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી નદીમાં પાણીની તરબીડીટી વધીને 1006ને ફોલોમેટ્રિક ટર્મિડિટી યુનિટ થઈ છે. જેને કારણે વડોદરા શહેરમાં ધોળું પાણી આવવાની શરૂઆત થઈ છે. તો બીજી બાજુ પાણી ઉકાળીને આપવાની સૂચના પણ અપાય છે. ત્યારે પાણીની સપાટી અને ટરમીડીટીમાં વધારો થતા રાયકા દોડકા સિંધરોટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના 16 પંપો બંધ કરી દેવામાં આવ્યા છે.વડોદરા કોર્પોરેશન સંચાલિત ફ્રેન્ચવેલ પૈકી રાયકા કુવા પરના ચાર ધોળકા કુવા પરના પાંચ વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટના પાંચ અને સિંધ રોડ પાણી પુરવઠા યોજનાના બે પંપ મળી 16 પંપોમાં માટી ઘૂસી જાય નહીં તેને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે.

આ પંપો પૈકી બે ત્રણ પંપો બે-ચાર કલાક માટે ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને થોડું ઘણું પાણી મળી રહ્યું છે.મહીસાગરમાં પૂરની પરિસ્થિતિને કારણે કોર્પોરેશન સંચાલિત પાણી પુરવઠા યોજના માંથી રોજનું 5.49 કરોડ ગેલન એટલેકે 25 કરોડ લિટર પાણી ઓછું મળતું થયું છે. જેથી વડોદરા શહેરના ઉત્તર ઝોન પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં જ્યાંથી રાયકા દોડકા અને સિંધરોટ પાણી પુરવઠા યોજનામાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે તમામ વિસ્તારના 15 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં તેવી પરિસ્થિતિ જોવા મળી છે.

ડબકામાં પાણી આવતા ઘર પર ચઢેલા ગ્રામીણોનો પ્રશાસન દ્વારા બચાવ
કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવેલા પાણીને કારણે પાદરા તાલુકાના ડબકા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ગામના તળિયાભાઠા વિસ્તારમાં સ્થાનિક વહિવટી તંત્ર, પોલીસ અને ગ્રામજનોના સહયોગથી ચાર વૃદ્ધો સહિત ૨૫ જેટલા લોકોનું સલામત રેસ્ક્યુ કરી તેમને આશ્રય સ્થાનમાં મોકલી આપવામાં આવ્યા હતા. પૂરના પાણીના કારણે પાદરા તાલુકાના મહી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. આ ગ્રામીણોએ માટે પૂર આફત બનીને આવ્યું પણ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસકર્મીઓ તેમના માટે રાહતરૂપ બન્યા હતા. આવા સમયે બોટ લઇને એક ટીમ ત્યાં પહોંચી હતી. પહેલા વૃદ્ધોને સલામત રીતે છાપરા ઉપરથી ઉતારવામાં આવ્યા હતા અને બાદમાં તમામ લોકોને વારફરતી ઉતારી બોટમાં બેસાડી આશ્રય સ્થાને લઇ જવામાં આવ્યા હતા

પાણીથી ઘર અને દૂકાનોમાં થયેલા નુકસાનના આકલન માટે ૩૫ ટીમોની રચના
વડોદરા જિલ્લામાં નર્મદા અને મહિસાગર નદીમાં આવેલા પૂરના પાણી ઘરો અને દુકાનમાં ઘૂસવાથી થયેલી નુકસાનીના સર્વે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ માટે ૩૫ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે.નદીઓમાં નવા નીર આવતાં ટ્રેન વ્યવહાર ખોરવાયોગુજરાતમાં સિઝનમાં મેઘરાજા હવે મન મુકીને વરસવા માંડ્યાં છે. આજે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 104 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જુનાગઢ ના વિસાવદરમાં વધુ અઢી ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે.રેલવે દ્વારા ગત મોડી રાત્રીએ મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હવે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બ્રીજ નં.502 પર અપલાઈન પર પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે આ ટ્રેક પરથી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનોને ધીમે ધીમે સાવધાનીપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જોકે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડાતા જૂના નેશનલ હાઇવે નં.8 પરથી પાણી વહી રહ્યું છે. નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ડુબાણમાં ગયાં છે.

Most Popular

To Top