Vadodara

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ

વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ ગુજરાત સમિટની દસમી કડી આગામી જાન્યુઆરી (January) માસમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજનાર છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લા અને ચાર મહાનગર પાલિકાઓમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ થીમ હેઠળ કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે.

  • બે દિવસીય કાર્યક્રમમાં પ્રદર્શન સહિત વાણિજ્ય અને ઔદ્યોગિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સેમિનારો યોજાશે

જેના ભાગ રૂપે વડોદરામાં આવતી કાલ તા.10 ને મંગળવારના રોજ સવારે 10 વાગ્યે આજવા સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ યોજાશે. તેઓ આ સાથે યોજાયેલા પ્રદર્શનને પણ ખુલ્લુ મૂકશે. આ કાર્યક્રમમાં બાયર સેલર મિટ, ઔદ્યોગિક ગૃહોના સમસ્યાના નિવારણ માટે ઓપન હાઉસ સહિત વિવિધ આઠ જેટલા સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઉદ્યોગ સાહસિક્તા ઉપર ચર્ચાસત્ર, ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઇફેક્ટ, સુક્ષ્મ ઉદ્યોગો પર સેમિનાર, બેંકો સાથે ક્રેડિટ લિંકેજ, બિઝનેસ ફાયનાન્સિંગ, પીએમ વિશ્વકર્મા યોજના, નિકાસ પ્રોત્સાહન અને વિદેશ વ્યાપાર, પ્લાસ્ટિક એક્સપોર્ટ જેવા વિષયો ઉપર નાણાંકીય સંસ્થાઓ, બેંકિંગ અગ્રણીઓ અને નિષ્ણાંતોના સેમિનારો યોજાશે.આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, સર્વે ધારાસભ્યો ,મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા,કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત વિવિધ વેપારી અને ઔદ્યોગિક મંડળોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

કોર્પોરેશનની ક્લાર્કની 552 જગ્યા માટે પરીક્ષા માત્ર 41.41 ટકા ઉમેદવારોએ જ આપી
વડોદરા: મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની ૫૫૨ જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રવિવાર તા.8 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 109307 ઉમેદવારો આપવાના હતા, પરંતુ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી. આ પરીક્ષા માટે 365 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા અને તેના 3,644 બ્લોક રાખવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64038 ગેરહાજર હતા. આનો અર્થ એ થયો કે કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારોએ જોઈએ તેઓ રસ બતાવ્યો નથી. વડોદરા કોર્પોરેશનમાં આ ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરી 2022 માં શરૂ કરવામાં આવી હતી અને 20 મહિના બાદ પરીક્ષા લેવાઈ છે. પરીક્ષા માટે આટલો બધો લાંબો સમય રાહ જોવા માટે ઉમેદવારોએ કદાચ ટાળ્યું હોઈ શકે.

Most Popular

To Top