Gujarat

વડોદરા ગેંગરેપ કેસ: યુવતીએ આપઘાત કર્યો નથી તેનું મર્ડર થયું હતું, ટ્રેનના વોશરૂમમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

સુરત: દિવાળીના (Diwali) દિવસે આખોય દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારીના (Navsari) પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની લાડકી દીકરીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનમાં (Gujarat queen train) ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પહેલાં તો આ યુવતીએ આપઘાત (Suicide ) કર્યો હોવાની થીયરી ચાલી હતી, પરંતુ યુવતીએ લખેલી ડાયરીમાં (Diary) તેની સાથે ગેંગરેપ (Gang Rape) થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આખાય રાજ્યને હચમચાવી દેનારા આ ગેંગરેપ કેસમાં રાજ્ય પોલીસ (Gujarat Police) છેલ્લાં 17 દિવસથી બળાત્કારીઓને શોધવા પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમને સફળતા મળી નથી ત્યાં યુવતીના ફોનમાંથી (Phone) એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે, જે સ્યૂસાઈડની થીયરીને નકારી તેનું મર્ડર (Murder) થયું હોવાની આશંકા પ્રબળ બનાવે છે. યુવતીએ ગુજરાત ક્વીન ટ્રેનના વોશરૂમમાંથી સંજીવભાઈ નામની વ્યક્તિને હેલ્પ માટે SOS મેસેજ કર્યો હતો. જોકે, તેને મદદ મળે તે પહેલાં જ મોત મળ્યું હતું.

યુવતીના મેસેજના (Message) આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 3 નવેમ્બરની તે ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર (Maharashtra) જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ તેને કિડનેપ (Kidnap) કરી હોવાની અને માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી SoS (જીવ બચાવવાનો) લખી રહ્યાનો વ્હોટ્સએપ (Whatsapp) મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલી આપ્યો હતો. પોલીસ હજુ તપાસમાં હવાતિયાં મારી રહી છે ત્યારે યુવતીની માતાએ જ યુવતીના ફોનમાંથી તેના છેલ્લાં મેસેજના સ્ક્રીનશોટ (Screen Shot) જાહેર કર્હયા છે. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટીક થયાનું જોઈ શકાય છે.

યુવતીએ જીવ બચાવવા કરેલા છેલ્લા મેસેજની અક્ષરસઃ વિગતો
યુવતીએ મેસેજમાં લખ્યું છે કે “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow… parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”

આ મેસેજ એ સ્યૂસાઈડની થીયરીને નકારી રહી છે અને યુવતીનું મર્ડર થયું હોવાની શંકાને પ્રબળ બનાવી રહી છે. નોંધનીય છે કે, આ અગાઉ 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતાં સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.

વડોદારાના વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
OAsis સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીએ વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળાફાંસો ખાધો હતો. તેની ડાયરીમાં 28 નવેમ્બરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25થી વધુ પોલીસની ટીમો બળાત્કારીઓને શોધી રહી છે, પરંતુ 17 દિવસ વીતવા છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે.

યુવતીની ડાયરીનું ફાડી નંખાયેલું છેલ્લું પાનું પોલીસે રિક્વર કર્યું

વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાં આપઘાત કરનાર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ 17 દિવસ બાદ પણ પોલીસના હાથે લાગ્યા નથી. જોકે, યુવતીની ડાયરીના ફાડી નાખવામાં આવેલો છેલ્લા પેજનો ફોટો અન્ય એક વ્યક્તિના મોબાઇલમાંથી મળી આવતા પોલીસે ફોટાને રિકવર કરીને તપાસ શરૂ કરી છે. છેલ્લા પેજનું લખાણ આપઘાત કેસનું રહસ્ય ખોલી શકે છે. બીજી તરફ પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મના બનાવ સમયે ત્યાં હાજર 54 જેટલા રિક્ષાચાલકોની ઓળખ કરી છે.

Most Popular

To Top