Vadodara

વડોદરામાં બાકી રૂપિયા માટે દંપતીએ કોન્ટ્રાક્ટરને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા: વડોદરામાં (Vadodara) અકોટા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાન્કરને (Contractor) બાકી રૂપિયા અદાવત રાખીને મૂળ બોડેલીના દંપતીએ પાટલી અને સાણસી વડે હુમલો કરી મોતને (Murder) ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ દંપતીએ દીકરીને પણ ધમકી આપી ભાગી ગયું હતું. ગોત્રી પોલીસે (Police) દંપતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલમાં અકોટા વિસ્તારની રાજકમલ સોસાયટીમાં અરૂણાબેન મધુસુદન મહેતાના બંગલા પાસે સર્વન્ટ ક્વાટરમાં રહેતા વિણાબેન પરષોતમ રાઠવા ઘરકામ કરે છે. ગત 10 નવેમ્બરના રોજ તેઓ સવારે સસરાના ઘરે જમવાનુ બનાવવા માટે ગઇ હતી. તે દરમિયાન તેમની દીકરી હેતાક્ષી તથા તેના પતિ ઘરમાં ઉઘતા હતા. જેથી તેઓ જમવાનું બનાવીને પરત ઘરે આવી ત્યારે તેમના પતિ બેડની સાઇડમાં પડેલા હતા અને તેમના માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી જેમાંથી લોહી નીકળતું હતું. જેથી સંબંધીઓને બોલાવી ચેક કરતા પરોષત્તમભાઇના મરણ પામ્યા હતા. જેથી અંતિમ વિધિ માટે તેમના મૃતદેહને વતન લઇ ગયા હતા. ત્યાં તેમનો મોબાઇલ ચેક કરતા તેમના પતિને નટુભાઇ સાથે રૂપિયા માટે તથા તેમની પત્ની બાબતે ઝઘડો થયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ડઘાઇ ગયેલી તેમની દીકરી હેતાક્ષીને શાંતિ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ઘરે નટુકાકા તથા જીગીકાકી આવ્યા હતા અને પપ્પા સાથે ઝઘડો કરતા હતા. જેમાં પપ્પાને નટુકાકાએ માથામાં પાટલી તથા જીગીકાકીએ સાણસી મારી હતી. આમ રૂપિયા માટે દંપતીએ તેમના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની તેઓ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દંપતી નટુ ગોવિંદ રાઠવા અને જીગી નટુ રાઠવા (બંને રહે. વડદલા, બોડેલી)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં ્આવી છે.બોક્સ-અગાઉ રૂપિયા માટે ધમકી આપતા કામ પરથી નટુ રાઠવાને કાઢી મુકયો હતો

કોન્ટ્રાક્ટરનું કામ કરતા મૃતક પરોષત્તમ રાઠવા સાથે અગાઉ નટુ રાઠવા રાઠવા કામ કરતા હતા. તેઓ્ના મજૂરીના રૂપિયા લેવા માટે તેમના ઘરે આવ્યા હતા. તેમના પાસે રૂપિયા માગતા હતા ત્યારે પતિએ જણાવ્યું હતું કે હમણા મારી સાથે રૂપિયા નથી એટલે આવશે એટલે આપીશ. તેમ કહેતા નટુ રાઠવાએ રૂપિયા નહી આપે તો હુ તેને જોઇ લઈશ તેવી ધમકી આપી હતી. જેથી મૃતકે તેમના નોકરી પરથી કાઢી મુક્યા હતા. જેથી તેણે પત્ની સાથે પરષોત્તમ રાઠવાનું ઢીમ ઢાળી દીધુ હતું.બોક્સ – મહિલા સસરાના ઘરે જમવાનું બનાવવા ગઇ ત્યારે એકથી દોઢ ક્લાકમાં તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો

સર્વન્ટ ક્વાટરમાં રહેતા વિણાબેન રાઠવા 10 સપ્ટેમ્બરના રોજ પતિ અને દીકરી ઉઘતા હતા ત્યારે સવારે 6 વાગ્યે સસરાના ઘરે જમવાનું બનાવવા ગયા હતા.ત્યારે એકથી દોઢ કલાકમાં જ નટુ અને જીગીએ પરષોતમ રાઠવા પર સાણસી અને પાટલી વડે હુમલો કરીને પતાવી દીધા હતા.ઘરે 7.30 વાગે પરત આવેલી પત્નીએ પતિના લાશ જોતા તેના પગતળેથી જમીન સરકી ગઇ હતી.તેમના દીકરીને પણ ધમકી આપી હતી કે કોઇને કહીશ તો તને પણ મારી નાખીશુ તેવી ધમકી આપતા દીકરી ઘણી ડરી ગઇ હતી.બોક્સ – હત્યા કર્યા બાદ દંપતી પોતાના વતન વડદલા ભાગી ગયું

વડોદરાના અકોટા વિસ્તારમાં કોન્ટાક્ટરની હત્યા કરનાર દંપતી પોતાના વતન બોડેલીના વડદલા ગામે ભાગી ગયું હતું. ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસે આરોપીઓને શોધવા માટે એક ટીમ બનાવી ત્યાં મોકલી હતી. ત્યાં ટેકનિકલ સોર્સના આધારે દંપતીને ઝડપી પાડ્યું હતું.બોક્સ – પરષોત્તમભાઇ રાઠવાના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન લઇ જવાયો

પત્ની વિણાબેન આવ્યા ત્યારે પરષોત્તમભાઇ બેડની સાઇડમાં પડેલા હતા. તેમના માથામાંથી લોહી નીકળતું હતું. જેથી તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ નહી ઉઠતા સસરા સહિતના સંંબંધીઓ્ને બોલાવ્યા હતા. ત્યારે પતિના મોતને ભેટ્યા હોવાનું માલૂમ પડતા તેમને અંતિમવિધિ માટે પોતાના વતન લોઢણ લઇ ગયા હતા. ત્યાં અંતિમ વિધિ કર્યા બાદ તેમનો મોબાઇલ ચેક કરતા નટુ સાથે રૂપિયા માટે ઝઘડો થયો હોવાનું માલૂમ પડ્યું હતું. દરમિયાન દીકરીને પ્રેમથી પુછતા નટુકાકા અને જીગીકાકીએ પિતાના માર્યા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top